- સતીશ નિશાળીયાનું બન્યુ ફેક ફેસબુક એકાઉન્ટ
- સોશિયલ મીડિયાના માધ્યમથી આપી જાણકારી
- ફેક આઈડીથી લોકો પાસે પૈસાની કરી માંગ
વડોદરામાં વધુ એક ભાજપના નેતાનું ફેક એકાઉન્ટ બન્યુ છે. જેમાં સતીશ નિશાળીયાનું ફેક ફેસબુક એકાઉન્ટ બન્યુ છે. તેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી આપી છે. ફેક આઈડીથી લોકો પાસે પૈસાની માંગ થઇ રહી છે.
સતીશ નિશાળીયાએ પૈસા લેતીદેતી ન કરવા લોકોને અપીલ કરી
સતીશ નિશાળીયાએ પૈસા લેતીદેતી ન કરવા લોકોને અપીલ કરી છે. જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળીયાનું નકલી ફેસબુક એકાઉન્ટ બનતા ચર્ચાનો વિષય બન્યો છે. સતીશ નિશાળીયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ જાણકારી બઘાને આપી છે. નકલી ફેસબુક આઈડીથી લોકો પાસે નાણાં માંગતા મામલો બહાર આવ્યો છે. ત્યારે સતીશ નિશાળીયાએ રિસ્પોન્સ ન આપવા અપીલ કરી છે.
આવા ફેક એકાઉન્ટથી સાવધાન રહેવુ જોઇએ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રભાવશાળીની નકલી પ્રોફાઇલ્સની મોટી સમસ્યા છે. આવા ફેક એકાઉન્ટ બનાવવા પાછળ અલગ-અલગ કારણો હોઈ શકે છે. આ ફેક એકાઉન્ટ્સથી ગુના કરવા તેમજ નાણાકીય છેતરપિંડી કરવા આવે છે. લોકપ્રિય વ્યક્તિત્વની છબીનો તેમના પ્રોફાઇલ ચિત્ર તરીકે ઉપયોગ કરવા ઉપરાંત, કેટલીક નકલી પ્રોફાઇલ્સ નિકટતાનો દાવો કરવા અને તરફેણ મેળવવા માટે મૂળ સામગ્રીને મોર્ફ કરીને સેલિબ્રિટી/રાજકારણીના ચિત્રમાં તેમની પોતાની છબી પણ ઉમેરવામાં છે. આવા ફેક એકાઉન્ટથી સાવધાન રહેવુ જોઇએ.


