- બિભત્સ લખાણ લખી વાયરલ કરવાની ધમકી આપી
- સોલા પોલીસે બદનક્ષી અને ધમકીની કલમો હેઠળ ગુનો નોંધ્યો
- અગાઉ વસ્ત્રાપુર વિસ્તારમાં પણ કિર્તી પટેલે બબાલ કરી હતી
અમદાવાદમાં ટીકટોક સ્ટાર કિર્તી પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ થઇ છે. જેમાં યુવતીએ સોલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના ફોટા નીચે બિભત્સ લખાણ લખ્યું હતુ. બિભત્સ લખાણ લખી વાયરલ કરવાની ધમકી આપી હતી. જેમાં સોલા પોલીસે બદનક્ષી અને ધમકીની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
તાજેતરમાં શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં પણ કિર્તી પટેલે બબાલ કરી હતી
તાજેતરમાં શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં પણ કિર્તી પટેલે બબાલ કરી હતી. જેમાં માનસી સર્કલ નજીકના ગોયલ પાર્કમાં રહેતા રમીલાબેન મકવાણાએ વર્ષ 2014માં રામનિવાસ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. જોકે, પતિ સાથે મનભેદના કારણે વર્ષ 2019માં છુટાછેડા લીધા હતા. પતિને આગળ પાછળ કોઇ ન હોવાથી છૂટાછેડા બાદ પણ રમીલાબેન તેમની સાથે રહીને તેમની સેવા કરી તેમના જ ઘરે રહેતા હતા. આ કેસમાં સોશિયલ મીડીયાથી જાણીતી બનેલી ટીક ટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી હતી. એક મહિલાના ઘરે કીર્તી પટેલ અને તેની સાથે ગુડ્ડી પટેલ તથા અન્ય બે શખ્સોએ ઘૂસીને ઘરમાંથી નીકળી જવાનું કહી મારામારી કરતા વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ નોંધાઇ હતી.
કીર્તી પટેલ, ગુડ્ડી પટેલ, વિરમ ભરવાડ અને મુકેશ ચૌધરી સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધ્યો
રમીલાબેન ઘરે હાજર હતા ત્યારે બે સ્ત્રીઓ રામનિવાસ અગ્રવાલને મળવા આવી અને ઘરમાંથી નીકળવાનું કહીને બબાલ કરીને મારામારી કરવા લાગી હતી. ત્યારબાદ પોલીસ બોલાવતા આ બંને ફરાર થઇ ગઇ હતી. બાદમાં રમીલાબેનને જાણ થઇ કે તે જે સ્ત્રીઓ આવી હતી તેમાં એક કીર્તી પટેલ અને બીજી ગુડ્ડી પટેલ હતી. સાથે જે શખ્સો આવ્યા હતા તેનું નામ વિરમ ભરવાડ અને મુકેશ ચૌધરી હતું. મારામારીના કારણે થોડા દિવસો બાદ દુખાવો થતાં રમીલાબેનને સારવાર માટે ખસેડાતા આ મામલે પોલીસને જાણ થઇ હતી. જેથી ફરિયાદી રમીલાબેને આ મામલે કીર્તી પટેલ, ગુડ્ડી પટેલ, વિરમ ભરવાડ અને મુકેશ ચૌધરી સામે ફરિયાદ નોંધાવતા વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધ્યો છે. આમ પણ કીર્તિ પટેલે પહેલેથી જ ગાળાગાળી કરવામાં છેતરપીંડી અને મારમારી જેવા વિવાદોથી ઘેરાયેલ છે. તેવામાં આજે ફરી એક વખત શહેરમાં તેની સામે ફરિયાદ કરવામાં આવી છે.