ચાંચિયા વિરોધી મિશન માટે અરબ – સાગરમાં એડન નાં અખાતમાં તહેનાત ભારતીય નૌસેનાનાં ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર INS વિશાખાપટ્ટનમ જહાજ 17 જાન્યુઆરી 24 ના રોજ રાત્રીના 11.11 કલાકે માર્શલ આઇલેન્ડનાં ધ્વજ હેઠળ પ્રવાસ કરી રહેલાં વેપારી જહાજ એમ વી ગેન્કો પિકર્ડી નાં ‘બચાવ’ માટેના પોકાર મળ્યાનાં દોઢ કલાકની અંદર- અંદર રાત્રીના 12.30 કલાકે મદદ માટે તે વેપારી જહાજ પાસે પહોંચી ગયું.

રિપોર્ટ જણાવે છે કે એમ વી ગેન્કો પિકર્ડી પર સવાર નવ ભારતીયો સમેત ૨૨ નાગરિકો સલામત છે અને ડ્રોન હુમલાને લીધે જહાજ પર લાગેલી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.
INS વિશાખાપટ્ટનમના વિસ્ફોટક નિષ્ણાતો આજે 18 જાન્યુઆરીના રોજ મળસ્કે ગેન્કો પિકર્ડી જહાજ પર ચડ્યા. જહાજના ક્ષતિગ્રસ્ત વિસ્તારનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યું અને તેને આગળના પ્રવાસ માટે સુરક્ષિત જાહેર કર્યું.

હાલના દિવસોમાં નૌસેનાની દરિયાઈ સુરક્ષા કામગીરી બિરદાવવા લાયક રહી છે.


