- સ્પાઇસ જેટ દ્વારા શરુ કરાશે અયોધ્યાની ફ્લાઈટ
- સ્પાઇસ જેટ બુધવાર સિવાય 6 દિવસ ફ્લાઇટ ઓપરેટ કરશે
- સવારે 6 કલાકે ટેકઓફ થશે અને 8 વાગ્યે અયોધ્યા પહોંચશે
અમદાવાદથી અયોધ્યાની વધુ એક ફ્લાઈટ શરુ થશે. જેમાં સ્પાઇસ જેટ દ્વારા અયોધ્યાની ફ્લાઈટ શરુ કરાશે. તેમજ સ્પાઇસ જેટ બુધવાર સિવાય 6 દિવસ ફ્લાઇટ ઓપરેટ કરશે. સવારે 6 કલાકે ટેકઓફ થશે અને 8 વાગ્યે અયોધ્યા પહોંચશે. તેમજ 1 ફેબ્રુઆરીથી 30 માર્ચ સુધી અયોધ્યાની ફ્લાઈટ ઓપરેટ કરશે.
22 જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે. નવા વર્ષે રામ મંદિરને સામાન્ય જનતા માટે સત્તાવાર રીતે ખોલવાને કારણે, અયોધ્યા શહેરમાં હિન્દુ તીર્થયાત્રીઓની મોટી સંખ્યામાં ઉમટી પડવાના છે, ભગવાન રામની અયોધ્યા નગરીના દર્શનને લઈને શ્રદ્ધાળુઓ ખુબ ઉત્સાહિત છે, ત્યારે અમદાવાદ અને અયોધ્યા વચ્ચે સપ્તાહમાં ત્રણ ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી છે.
ભક્તોને અમદાવાદથી સીધા અયોધ્યા પહોંચવામાં સરળતા
અયોધ્યામાં નવા એરપોર્ટનું નામ મહર્ષિ વાલ્મીકિ ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ છે. માહિતી અનુસાર ગુજરાતથી પણ અનેક સંતો-મહંતો અને ભક્તો અયોધ્યા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે ત્યારે અમદાવાદના એરપોર્ટથી અયોધ્યા સુધી નોન સ્ટોપ ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેમાં ભક્તોને અમદાવાદથી સીધા અયોધ્યા પહોંચવામાં સરળતા રહેશે.
ફ્લાઈટનું ઉતરાણ અયોધ્યાના એરપોર્ટ પર થશે
માહિતી અનુસાર આ ડાયરેક્ટ ફ્લાઈટનું સંચાલન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી થશે અને ફ્લાઈટનું ઉતરાણ અયોધ્યાના એરપોર્ટ પર થશે. ફ્લાઈટ ઓછામાં ઓછા 1 કલાક અને 50 મિનિટમાં લોકોને અયોધ્યા પહોંચાડી દેશે.


