- દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ ઈશ્વર પરમારે આપ્યું રાજીનામું
- કોંગ્રેસના આંતરીક વિખવાદને પગલે આપ્યું રાજીનામું
- ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતિને મોકલ્યું રાજીનામું
કોંગ્રેસમાં એક પછી એક નેતાઓ પક્ષ છોડી રહ્યા છે. 7 માર્ચના કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી રહી છે. આ પહેલાં પક્ષમાં ઘણાં નેતાઓની નારજગી સામે આી રહી છે. દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ ઈશ્વર પરમારે રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ ના આંતરીક વિખવાદને પગલે રાજીનામું આપ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને રાજીનામું મોક્લ્યું છે.
કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સતત વધી રહ્યો છે. જેના પગલે દાહોદ કોંગ્રેસના શહેરે પ્રમુખે રાજીનામું આપ્યું છે. રાજીનામા પત્રમાં તેમણે લખ્યું છે કે, હું છેલ્લા બે વર્ષથી દાહોદ શહેર પ્રમુખ તરીકને સેવા આપું છું. આ અગાઉ જીલ્લા કોંગ્રેસ સમિતિમાં પ્રવક્તા તરીકે 10 વર્ષ કાર્ય કર્યુ છે. સેવાદળમાં પણ મારી સેવાઓ આપી છે. કોંગ્રેસની વિચારધારાને ફેલાવવા માટે પક્ષ દ્વારા તાલીમ વર્ગ સારું કર્યો હતો. તેમાં પ્રદેશ કક્ષાએ અનેક તાલીમો પણ આપી છે. પક્ષમાં 1981થી પાયાના કાર્યકર તરીકે કામગીરી કરું છું.
આ સાથે જ તેમને લખ્યું છે, વર્તમાન સમયમાં દાહોદ શહેરના એક જૂથ દ્વારા મારો વારંવાર વિરોધ થતો હોવા છતાં 28-02-2024ના રોજ દાહોદ ખાતે રાખેલા કાર્યક્રમમાં મને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરફથી કાર્યક્રમના સંચાલનની કામગીરી સોંપવામાં આવી તે મેં મારી સુજબુજ અને કુનેહથી સારી રીતે પાર પાડ્યો હતો. તેમ છતાં અમુક કાર્યકરોએ અમારા નામ કેમ લીધા નહીં તેમ કહી અપમાન થાય તેવી ભાષામાં વર્તન કર્યુ હતું. આવું વર્તન હું વારંવાર સહન કરી શકું તેમ નથી. જેથી હું મારા કોંગ્રેસના પદ પર રહેવા માંગતો નથી. જેથી હું રાજીનામું આપું છું.

નોંધનીય છેકે, જ્યારે રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં કોંગ્રેસને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. હવે વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસના વધુ ત્રણ આગેવાનોએ રાજીનામાં આપીને ભાજપમાં જોડાયા હતા.


