- દર્દીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા
- હાલ 2 વ્યક્તિઓ અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ
- અન્ય અસરગ્રસ્તોની તપાસ હાથ ધરવામાં આવી
સિરપ કાંડમાં વધુ એક વ્યક્તિની તબિયત લથડી છે. જેમાં બિલોદરાના વ્યક્તિને આંખે દેખાવાનું બંધ થયું છે. તેમાં દર્દીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ લવાયો છે. હાલ 2 વ્યક્તિઓ અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ છે. તથા અન્ય અસરગ્રસ્તોની તપાસ હાથ ધરવામાં આવી છે.
દુકાનેથી સીરપ લેનાર વ્યક્તિઓનું લીસ્ટ બનાવી તપાસ કરવામાં આવી
દુકાનેથી સીરપ લેનાર વ્યક્તિઓનું લીસ્ટ બનાવી તપાસ કરવામાં આવી રહી છે. ખેડામાં નશાકારક સીરપ પીવાથી 6 વ્યકિતના મોત થયા છે. ત્યારે બિલોદરાના વધુ એક વ્યક્તિને અસર વર્તાઈ છે. દર્દીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ મોકલાયો છે. તેમાં ઊલટી થયા બાદ આંખે દેખાવાનું બંધ થયું હતું. જે બાદ નડીયાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ત્યાંથી પોલીસને જાણ કરાતાં પોલીસ દ્વારા વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો છે.
હાલમાં પોલીસ અન્ય અસરગ્રસ્તોની તપાસ તેજ કરાઈ
હાલમાં બે વ્યક્તિઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બિલોદરાના 35 વર્ષીય અમિત સોઢા અને 72 વર્ષીય સાંકળભાઈ સોઢાની હાલત ગંભીર છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવર ચાલી રહી છે. ખેડા જિલ્લા પોલીસ દ્વારા અન્ય અસરગ્રસ્તોની તપાસ હાથ ધરવામાં આવી છે. દુકાનેથી સીરપ લેનાર વ્યક્તિઓનું લીસ્ટ બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ હાલમાં પોલીસ અન્ય અસરગ્રસ્તોની તપાસ તેજ કરાઈ છે.


