- પવિત્ર રમઝાનમાં સાઉદી જઈ રહ્યા છે લાખો પ્રવાસીઓ
- ભીડને નિયંત્રિત કરવા માટે સાઉદી સરકારનો નિર્ણય
- પ્રવાસીઓએ મહિનામાં માત્ર એક જ વાર કરી શકશે ઉમરાહ
રમઝાન મહિનામાં ઉમરાહને લઈને સાઉદી અરેબિયા સરકાર તરફથી વધુ એક ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. વાસ્તવમાં, ઇસ્લામમાં રમઝાન મહિનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દરમિયાન સાઉદી અરેબિયામાં પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી પડતી હોય છે. ભીડને નિયંત્રિત કરવા માટે સરકાર તરફથી વધુ એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. સાઉદી સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ નવા નિયમ મુજબ હવે એક પ્રવાસી રમઝાન મહિના દરમિયાન માત્ર એક જ વખત ઉમરાહ કરી શકશે.
હજથી વિપરીત છે ઉમરાહના નિયમો
સાઉદી અરેબિયામાં હજથી વિપરીત ઉમરાહના નિયમો હોય છે. પ્રવાસીઓ સાઉદીમાં તેમના રોકાણ દરમિયાન ગમે તેટલી વખત ઉમરાહ કરી શકે છે. આ જ કારણ છે કે પવિત્ર રમઝાન મહિનામાં ઉમરાહ કરવા માટે લોકો વારંવાર કાબા પહોંચી રહ્યા છે. લોકોની વધતી ભીડને કારણે ત્યાંની સુરક્ષા વ્યવસ્થા અનિયંત્રિત બની ગઈ છે. લોકોને નિયંત્રણમાં લાવવા માટે સરકારને આ નિયમ લાવવાની ફરજ પડી હતી.
નાની હજ ગણાય છે ઉમરાહ
ઇસ્લામમાં ઉમરાહને નાની હજ તરીકે પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક વિધિ અનુસાર, ઉમરાહ દરમિયાન, લોકો કાબાની આસપાસ જે પ્રદક્ષિણા કરે છે જેને તવાફ કહેવાય છે.
આખું વર્ષ કરી શકાય છે ઉમરાહ
તમને જાણીને નવાઈ લાગશે કે હજ એક નિશ્ચિત સમયગાળા દરમિયાન કરવામાં આવે છે. તો, એક મુસ્લિમ અનુયાયીવર્ષમાં ગમે ત્યારે ઉમરાહ કરી શકે છે. આ બંને પ્રક્રિયાઓ માટે યાત્રાળુઓને સાઉદી અરેબિયાના સૌથી જૂના શહેર મક્કાનો પ્રવાસ કરવો પડે છે.
5 દિવસની હોય છે હજ યાત્રા
ઇસ્લામ ધર્મમાં હજ યાત્રા 5 દિવસની હોય છે. માન્યતા અનુસાર, દરેક મુસ્લિમ વ્યક્તિ પોતાના જીવનમાં એક વાર અચૂક હજ કરવા માંગે છે. આ યાત્રામાં અઢી લાખથી 5 લાખ સુધીનો ખર્ચ થતો હોય છે.


