- ચીનના હેલોંગજિયાંગ પ્રાંતમાં કોલસાની ખાણમાં દુર્ઘટના
- ઘટનામાં 12 લોકોના મોત અન્ય 13 લોકો સારવાર હેઠળ
- સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક તંત્ર દ્વારા સર્ચ ટીમ કરી તૈયાર
ચીનના હેલોંગજિયાંગ પ્રાંતમાં કોલસાની ખાણમાં થયેલી દુર્ઘટનામાં 12 લોકોના મોત થયા છે અને 13 લોકો ઘાયલ થયા છે. સમગ્ર ઘટનાને પગલે ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ દુર્ઘટના કયા કારણોસર થઇ તે અંગે તપાસ ટીમની રચના કરવામાં આવી છે. ચીનમાં ખાણ અકસ્માતો સામાન્ય છે પરંતુ તાજેતરના વર્ષોમાં મૃત્યુની સંખ્યામાં ઘટાડો થયો છે. ચીન કોલસાનો સૌથી મોટો ઉત્પાદક અને ઉપયોગકર્તા છે. ચીનમાં અવારનવાર કોલસાની ખાણમાં અનેક દુર્ઘટના સર્જાતી રહે છે. અગાઉ પણ ગુઇઝોઉ પ્રાંતના પંગુઆન શહેરમાં શાનજીઆઓશુ કોલસાની ખાણમાં આગ ફાટી નીકળી હતી.
ઘટનાની જાણ સ્થાનિક તંત્રને થતા ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે ગોઠવાઇ ગયો હતો. જોકે દુર્ઘટનામાં 16 લોકોના મોત નીપજ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે પંઝોઉ શહેર સરકાર દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા નિવેદન અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કોલસાની ખાણમાં કન્વેયર બેલ્ટમાં આગ લાગવાથી અનેક લોકો ફસાયા હતા. અફરાતફરીના માહોલમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. જેથી લોકો વધુ મૃત્યું પામ્યા હતા.
ગ્રીનહાઉસ વાયુઓનું વિશ્વનું સૌથી મોટું ઉત્સર્જક ચીન, તેની પવન અને સૌર ઉર્જા ક્ષમતાના મોટા પ્રમાણમાં વિસ્તરણ છતાં વીજળી માટે કોલસા પર ભારે નિર્ભર રહે છે. દેશના કોલસા ખાણ ઉદ્યોગે તાજેતરના વર્ષોમાં કામદારો માટે સલામતીની સ્થિતિમાં સુધારો કર્યો છે, પરંતુ આવા અકસ્માતોથી મૃત્યુ હજુ પણ થાય છે.


