- અરવલ્લીમાં યુવકનું હાર્ટએટેકથી મોત
- રિક્ષાચાલક યુવાન અચાનક જ ઢળી પડ્યો
- યુવકના પરિવારજનોમાં શોકનો માહોલ
અરવલ્લી જિલ્લાની અંદર આજે વધુ એક યુવાનનું હાર્ટ એટેકના લીધે મોત થયું હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે અરવલ્લી જિલ્લામાં આ પહેલા પણ હૃદયરોગના હુમલાથી લોકોના મોતની ઘટનાઓ સામે આવી ચૂકી છે.
રાજ્યમાં હાર્ટએટેકથી વધતા જતા મોતના મામલે હવે સરકારની સાથે જનતા અને મેડિકલ તબીબોમાં પણ ચિંતાનો માહોલ છે. આમ તો સરકારે નીમેલી કમિટીના એક્સપર્ટ અને અન્ય ડોક્ટરોએ કોરોનાના બદલે બેઠાડુ જીવન, આળસ અને જંક ફૂડના વધતા જતાં ચલણને હાર્ટએટેકના વધતા જતા કિસ્સાઓ માટે કારણભૂત ગણાવ્યું હતું. જો કે આ મામલે ડોક્ટર જગતમાં જ આંતરિક વિરોધ શરૂ થયો છે અને સરકારને આ મામલે વધુ સારી રીતે તપાસ કરવાની માગણી ઉભી થઈ છે, ત્યારે આજે અરવલ્લીમાં વધુ એક યુવાનનું હાર્ટએટેકના લીધે મોત થયું હોવાનું સામે આવ્યું છે.
અરવલ્લીના યુવાનનું મોત
આ મામલે માહિતી પ્રમાણે અરવલ્લી જિલ્લાના મહેન્દ્ર અમરતભાઈ પરમારનું હૃદયરોગના હુમલાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. હકીકતે મહેન્દ્રભાઈ એક રિક્ષાચાલક હતા અને રિક્ષા ચલાવીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. વધુ માહિતી પ્રમાણે તેમના છાતીમાં અચાનક દુ:ખાવો ઉપડ્યો હતો અને ત્યારબાદ તે ઢળી પડ્યા હતા. આમ ઢળી પડ્યા બાદ તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને લઈને યુવકના પરિવારમાં શોકનો માહોલ છે.
સરપંચ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો
રાજકોટ ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામના સરપંચ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું છે કે હાર્ડ એટેકને કારણે યુવાનોના મોત થઇ રહ્યાં છે. સતત હાર્ડ એટેકને કારણે પરિવારના કમાનાર મુખ્ય વ્યક્તિનું મોત થાય તો પરિવાર પર આફત આવી જાય છે. હાર્ડ એટેકને કારણે મુખ્ય કમાવનાર વ્યક્તિનું મોત નીપજતા હોવાને કારણે પરિવાર ઉપર આર્થિક સંકટ આવી પડે છે. તેથી સરકાર દ્વારા આવા પરિવારને ગુજરાન માટે આર્થિક સહાય આપી જરૂરી બને છે. તેથી ઝાંઝમેર ગામના મહિલા સરપંચ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
રાજકોટમાં 1 થી 4 ઓક્ટોબર સુધીમાં 63 લોકોને હાર્ટ એટેક આવતા ચિંતા
રાજ્યમાં હાર્ટ એટેકના કેસોમાં સતત અને ઝડપી વધારો નોંધાઇ રહ્યો છે, રાજકોટમાંથી સામે આવેલી વિગતો અનુસાર, અગાઉ એત અઠવાડિયામાં હ્રદય રોગના હુમલાના બનાવો 63ને પાર થઇ ગયા હતા. આ આંકડો માત્ર ઓક્ટોબર મહિનાના પહેલા ચાર દિવસનો જ છે. ચાલુ વર્ષે આ કેસો 4500ને પાર થઇ જાય તો નવાઇ નહીં રહે.
હ્રદય રોગના હુમલાના કોસમાં સતત વધારો
રાજકોટમાં હ્રદય રોગના હુમલાના કોસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તાજા રિપોર્ટ પ્રમાણે, રાજકોટમાં ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં એટલે કે 1 થી 4 ઓકટોબર સુધીમાં હાર્ટ એટેકના 63 બનાવો સામે આવ્યા છે, જે ચિંતાનો વિષય બન્યો છે. ચાલુ વર્ષમાં સૌથી વધુ હાર્ટ એટેકના કેસો સપ્ટેમ્બર માસમાં 451 જેટલા નોંધાયા હતા, અને સૌથી ઓછા કેસો જૂન માસમાં 324 હાર્ટ એટેક કેસો નોંધાયા હતા. હાર્ટ એટેકના કેસોની વાર્ષિક વાત કરીએ તો વર્ષ 2021માં 2087 કેસો, 2022માં 3458 કેસો નોંધાયા હતા, જ્યારે ચાલુ વર્ષે 4 ઓકટોબર સુધીમાં 3512 નોંધાયા નોંધાઇ ચૂક્યા છે. ચાલુ વર્ષે આ આંકડો 4500ને પાર પહોંચે તેવી પૂરેપૂરી શક્યતા છે.


