દુનિયામાં સર્પદંશથી અનેક લોકો મૃત્યુ પામે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર દુનિયાભરમાં સર્પદંશથી અંદાજે 81,000 થી 138,000 લોકોના મોત થયાના આંકડા સામે આવ્યા છે. આ આંકડા મુજબ દર વર્ષે લગભગ 5.4 મિલિયન લોકો સાપના કરડવાથી મૃત્યુ પામે છે. સર્પદંશમાં ખાસ કરીને ઝેરી સાપના ડંખથી લોકો સારવાર મળે તે પહેલા જ બનાવ સ્થળ પર મૃત્ય પામે છે જ્યારે કેટલાક લોકોને સાપ ડંખ મારે છે પરંતુ ત્યાં આરોગ્ય સેવાનો હોવાના કારણે સર્પદંશથી મૃત્યુ પામે છે. કેન્સર અને ડાયાબિટીસની બીમારીની જેમ સર્પદંશથી મોત થવાના કિસ્સા વધતા WHO દ્વારા વિષનું મારણ શોધવા ખાસ સંશોધન હાથ ધરાયું.
‘વિષપુરુષ’માંથી વિષનો ઉપચાર
દર વર્ષે લગભગ 50,000થી વધુ લોકો સાપના ડંખથી મૃત્યુ પામે છે ત્યારે હાલમાં સાપના વિષને લઈને અમેરિકાના કેલિફોર્નિયાથી એક મહત્વની બાબત જાણવા મળી છે. વૈજ્ઞાનિકોને કેલિફોર્નિયામાંથી એક ‘વિષપુરુષ’ મળી આવ્યો. આ 57 વર્ષીય વિષપુરુષ ટિમ ફ્રાઇડના શરીરમાંથી સર્પદંશના મારણનો ઇલાજ કર્યો. આ શખ્સને અંદાજે 200 વખત સાપે ડંખ માર્યો હોવા છતાં તેને કોઈ અસર થઈ નહોતી. ટીમ ફ્રાઈડ નામના શખ્સ 20 વર્ષથી પોતાના શરીર પર જાણી જોઈને સર્પદંશ કરાવતો. આટલા બધા વર્ષથી સાપ ડંખવા છતાં આ શખ્સને કોઈ અસર ના થઈ. ટીમ ફ્રાઈડના શરીરમાં સાપના વિષને દૂર કરી શકે તેવા ખાસ કોષ (એન્ટીબોડીઝ) જોવા મળ્યા બાદ વૈજ્ઞાનિકોએ તેના શરીરમાંથી લોહીનો નમૂના લઈ સર્પદંશની અસરને દૂર કરતું અમોઘ શસ્ત્ર તૈયાર કર્યું. લોહીના નમૂના લઈને વૈજ્ઞાનિકોએ એક એન્ટિવેનોમ તૈયાર કર્યું છે. આ એન્ટિવેનોમ વધુ ઝેરી સાપના કરડયા પછી પણ લોકોના જીવ બચાવી શકે છે.
વૈજ્ઞાનિકો દ્વારા 2001થી કેલિફોર્નિયામાં વિષનો દુષપ્રભાવ દૂર કરવા એન્ટીબોડીઝ બનાવવાની તૈયારીની શરૂઆત કરવામાં આવી હતી. ઝેરી સર્પદંશની અસર દૂર કરવાના સંશોધનમાં કાર્યરત વૈજ્ઞાનિકોની નિષ્ણાત ટીમે દાયકાઓ પહેલા આ પ્રયોગ શરૂ કરતા સૌથી ખતરનાક સાપના ડંખનો અનુભવ કરતા અને અંતે ઝેરી વિષના પ્રભાવને દૂર કરનાર એન્ટિવેનોમ શોધવામાં તેમને સફળતા મળી. સમગ્ર દુનિયાના લોકો માટે વૈજ્ઞાનિકોનું આ સંશોધન વધુ મદદરૂપ બનશે.
ઝેરી સાપની વિષની અસરથી બચાવશે
57 વર્ષીય ટિમના લોહીમાં જોવા મળતા એન્ટિબોડીઝ તેમને 19 વિવિધ ઝેરી સાપના કરડવાથી બચાવી શકે છે. 2017 માં, ઇમ્યુનોલોજિસ્ટ જેકબ ગ્લેનબિલે ટિમની શોધ વિશે સાંભળ્યું અને નક્કી કર્યું કે તેના પર કામ કરવું જોઈએ. આ અદભૂત સંસોધનને લઈને વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે એક શખ્સ પાસેથી કોઈ કારણ વગર લોહીનો નમૂનો લેવો અમને વિચિત્ર લાગ્યો હતો. પરંતુ આ કાર્ય પાછળ સારો ઉદેશ્ય હોવાથી અમે ટીમ ફ્રાઈડ પાસેથી તેમના લોહીના નમૂનાના માગ કરી હતી. અને આનો જવાબ ટિમ એ આપ્યો કે હું આ જ બાબતની રાહ જોઈ રહ્યો હતો.
સર્પદંશનું એન્ટિવેનોમ
8 વર્ષ પછી, વૈજ્ઞાનિકોએ હવે જાહેરાત કરી છે કે તેમણે ટિમના લોહીમાંથી એક એન્ટિવેનોમ તૈયાર કર્યું છે, જે લોકોને 19 ઝેરી સાપના વિષના દુષપ્રભાવથી બચાવવામાં મદદ કરી શકે છે. જોકે હજુ સુધી તેનું માનવો પર પરીક્ષણ કરવામાં આવ્યું નથી. પરંતુ વૈજ્ઞાનિકોનું માનવું છે કે તે પરંપરાગત રીતે તૈયાર કરવામાં આવતા એન્ટિવેનોમ કરતાં ઘણું સારું સાબિત થઈ શકે છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અનુસાર, દર વર્ષે ઝેરી સાપના કરડવાથી વિશ્વભરમાં હજારો લોકો મૃત્યુ પામે છે અને લાખો લોકો કાયમી ધોરણે અપંગ બની જાય છે. જો આ એન્ટિવેનોમ માનવો પર અસરકારક રહેશે તો સર્પદંશથી થતા મૃત્યુ આંકમાં ઘટાડો થઈ શકે છે.


