- હિમાચલમાં વધ્યો રાજકીય ગરમાવો
- કોંગી નેતાઓએ ક્રોસ વોટિંગ કરતા સંકટમાં હિમાચલ સરકાર
- કોંગી ધારાસભ્યોના બદલાયેલા તેવરનું અનુરાગ ઠાકુરે જણાવ્યું કારણ
હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકાર સંક્ટમાં ઘેરાઇ છે. રાજ્ય.સભાની ચૂંટણીમાં કોંગ્રેસના 6 ધારાસભ્યોએ પાર્ટીથી કિનારો કરીને બીજેપીના ઉમેદવાર હર્ષ મહાજનને વોટ આપ્યો હતો. પરિણામે કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવીને હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. ત્યારે આ મામલે ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કોંગ્રેસના ધારાસભ્યોના બળવો કર્યા પાછળનું કારણ જણાવ્યું છે.
આ ખોટા વચનો આપવાનું પરિણામ – અનુરાગ ઠાકુર
અનુરાગ ઠાકુરે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસે હિમાચલ પ્રદેશમાં મોટા અને ખોટા વચનો આપીને સરકાર બનાવી હતી પરંતુ સરકાર બનાવ્યા બાદ તે વચનો પર ખરા ઉતર્યા નથી. કોંગ્રેસે એક વર્ષમાં પોતાના ધારાસભ્યોને એટલી મુશ્કેલીમાં મુકી દીધા કે તેઓ બળવાખોર બની ગયા. તેમણે કહ્યું કે જનતા કોંગ્રેસના ધારાસભ્યોને વચનો અંગે પ્રશ્નો પૂછતી હતી જેના જવાબ ધારાસભ્યો પાસે નહોતા.
જનતાના સવાલોના જવાન ન હતા- અનુરાગ ઠાકુર
અનુરાગ ઠાકુરે કહ્યું કે જ્યારે ધારાસભ્ય વિસ્તારમાં જતા હતા, ત્યારે જનતા સવાલ પૂછતી હતી, દરેક મહિલાને દર મહિને 1500 રૂપિયા મળવાના હતા મળ્યા નથી જવાબ આપો. જનતા પૂછતી હતી કે ગાયનું છાણ પ્રતિ કિલો 2 રૂપિયા અને દૂધ 100 રૂપિયા પ્રતિ લિટર ખરીદવાનું વચન આપ્યું હતું કેમ ખરીદ્યુ નહી. તેણે કહ્યું હતું કે 5 લાખ યુવાનોને સરકારી નોકરી આપશે પરંતુ તેઓ કોઇ જવાબ આપી ન શક્યા કારણ કે કોઇ કામ થયુ જ ન હતું.
બિન-હિમાચલીઓને ટિકિટ આપવી એ પણ એક મોટું કારણ – ઠાકુર
અનુરાગ ઠાકુરે કહ્યું, “શું મજબૂરી હતી કે માત્ર 14 મહિનામાં જ તેમના ધારાસભ્યોએ તેમને છોડી દીધા. બીજું મોટું કારણ એ હતું કે હિમાચલના ન હોય તેમને ટિકિટ આપી જે હિમાચલના લોકોને તે પસંદ નહોતું. હિમાચલ, એક નાનું રાજ્ય જ્યાંથી કોઈ રાજ્યસભાના સભ્ય બની શકે છે, ત્યાં પણ કોંગ્રેસ દ્વારા તેની અવગણના કરવામાં આવી હતી અને લોકો આને લઈને પણ નારાજ હતા. તેથી મને લાગે છે કે તેમનો થોડો ગુસ્સો કોંગ્રેસના નેતાઓમાં પણ હશે, પરંતુ એકંદરે તેઓ પોતાની સરકારથી એટલા નાખુશ છે કે તે ન તો તેના વચનો પૂરા કરી શકવા સક્ષમ છે કે ન તો કોઈ વિકાસ કરી શકી છે. 14 મહિનામાં સ્થિતિ એવી થઈ ગઈ છે કે વિકાસના કામો ઠપ્પ થઈ ગયા છે, જ્યાં માત્ર સરકાર અને સરકારના મંત્રીઓ એકબીજા પર આક્ષેપબાજી કરે છે.
વિક્રમાદિત્યસિંહે આપ્યુ રાજીનામું
આ શ્રેણીમાં હિમાચલ સરકારના મંત્રી વિક્રમાદિત્ય સિંહે રાજીનામું આપી દીધું છે. વિક્રમાદિત્ય સિંહ હિમાચલના પૂર્વ સીએમ વીરભદ્ર સિંહના પુત્ર છે અને સુખુ સરકારમાં PWD મંત્રીની જવાબદારી નિભાવી રહ્યા હતા.


