- અમદાવાદમાં રમાશે ભારત ઓસ્ટ્રેલીયા વચ્ચે ફાઇનલ
- સતત 10 મેચ જીતીને ભારત પહોંચ્યું વર્લ્ડ કપ ફાઇનલમાં
- સમગ્ર ટીમે દેશવાસીઓમાં આશા જન્માવી: ઠાકુર
ગઇકાલે ભારતે ન્યુઝીલેન્ડને સેમી-ફાઇનલ મેચમાં હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી દીધી હતી. આજે દક્ષિણ આફ્રિકા સામે રમાયેલ મેચમાં ઓસ્ટ્રેલીયાએ જીત મેળવીને ફાઇનલ જગ્યા બનાવી દીધી છે. હવે આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ફાઇનલ મેચ રમાશે. ત્યારે દેશના રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું છે કે ટીમને શાનદાર પ્રદર્શન કરી વિશ્વ કપ વિજેતા બનવાની શુભેચ્છા પાઠવી છે.
કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે “સતત 10 મેચ જીતીને વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચનારી ભારતીય ક્રિકેટ ટીમ માત્ર 140 કરોડ ભારતીયોના આશીર્વાદ જ નહીં પરંતુ શાનદાર પ્રદર્શન પણ છે. એક તરફ વિરાટ કોહલીનું શાનદાર શતક હોય, બીજી બાજુ મોહમ્મદ શમીનીની 7 વિકેટ, શ્રેયસ ઐય્યરનું શતક, ગિલ સહિત રોહિત શર્મા જે આજકાલ સૌથી વધુ છક્કા ફટકારનાર બેટ્સમેન છે તેમના સતત શાનદાર પ્રદર્શને લોકોમાં આશા જન્માવી છે અને વિશ્વાસ પણ જગાવ્યો છે. અમે સમગ્ર ટીમને શુભેચ્છાઓ આપીએ છીએ કે તેઓ શાનદાર પ્રદર્શન કરે અને એકવાર ફરી ભારતને વિશ્વકપ વિજેતા બનાવે.