- છત્તીસગઢમાં 17 નવેમ્બરે યોજાશે બીજા તબક્કાનું મતદાન
- ભૂપેશ બઘેલે માત્ર રાજ્યની જનતાના લૂટવાનું કામ કર્યું
- વડાપ્રધાન મોદીની ગેરંટી છે એટલે ભાજપ જીતશે: ઠાકુર
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન આગામી 17 નવેમ્બરના રોજ થવાનું છે જેને લઈને માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે દાવો કર્યો છે કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સરકાર બનાવશે. તેમણે વધુમાં કોંગ્રેસ પાર્ટી પર રાજ્યને નાણાં લૂંટવાનું “કેન્દ્ર” બનાવવાનો આરોપ લગાવ્યો હતો.
“છત્તીસગઢમાં જે ચિત્ર દેખાઈ રહ્યું છે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે લોકો ભ્રષ્ટ ભૂપેશ બઘેલ અને કોંગ્રેસથી કંટાળી ગયા છે જેઓ ખોટા વચનો આપે છે અને મોદીની ગેરંટીનાં આધારે ભાજપની સરકાર બનવા જઈ રહી છે. કોંગ્રેસ દ્વારા જે વચનો આપવામાં આવ્યાં હતાં તે કોંગ્રેસ જેવા જ નકલી સાબિત થયા છે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે છત્તીસગઢને લૂટનું કેન્દ્ર બનાવી દીધું છે અને લૂટનો બધો પૈસો પાર્ટીના એક પરિવારને મળે છે. છત્તીસગઢને હવે લૂટવામાં નહિ આવે અને વિકાસની દિશામાં આગળ વધશે.