- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભવ્ય રામ મંદિરનું કરશે ઉદ્ઘાટન
- વારાણસીના વૈદિક પૂજારી લક્ષ્મીકાંત દીક્ષિત અભિષેક સમારોહ વિધિઓ કરશે
- 14 થી 22 જાન્યુઆરી સુધી અયોધ્યામાં અમૃત મહાઉત્સવ ઉજવાશે
આગામી 2024માં અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય અભિષેક માટે વિપક્ષના ટોચના નેતાઓની હાજરી અંગે શંકાઓ વચ્ચે, કેન્દ્રીય મંત્રી અનુરાક ઠાકુરે ગુરુવારે તમામ આમંત્રિતોને રામ મંદિરના ઉદ્ધાટનમા હાજરી આપવા માટે વિનંતી કરી છે. 22 જાન્યુઆરીએ રામ લલાની પ્રાણપ્રતિષ્ઠા છે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, “આપણે ઘણાં વર્ષોથી આ દિવસની રાહ જોઈ રહ્યાં હતા. શ્રીરામ ભગવાનનું ભવ્ય રામ મંદિરનું આપણું સપનું આખરે સાકાર થઈ રહ્યું છે. હું દરેક આમત્રિતોને નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે, 22 જાન્યુઆરીએ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપીને આ ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવમાં આવી શોભા વધારશો. જે લોકો પ્રાણપ્રતિષ્ઠા બાદ મંદિરની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છે, તેમને કોઈપણ અસુવિધાનો સામનો ન કરવો પડે તે સુનિશ્ચિત કરવા માટે ઉપલબ્ધ બધી જ સુવિધાઓ પર વ્યાપક સંશોધન કરવું જોઈએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે ઉદ્ધાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ રામ મંદિરના ભવ્ય ઉદ્ઘાટનની અધ્યક્ષતા કરશે અને તમામ ક્ષેત્રના નેતાઓ અને મહાનુભાવો પણ આ કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના પદાધિકારીઓએ ધાર્મિક નેતાઓ સાથે અગાઉ વડાપ્રધાન મોદીની મુલાકાત લીધી હતી અને તેમને આ કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું હતું. અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલાના પ્રાણ-પ્રતિષ્ઠા(અભિષેક) સમારોહ માટેની વૈદિક વિધિ મુખ્ય સમારોહના એક અઠવાડિયા પહેલા 16 જાન્યુઆરી, 2024એ શરૂ થશે.
વારાણસીના વૈદિક પૂજારી
લક્ષ્મીકાંત દીક્ષિત 22 જાન્યુઆરીએ રામ લલ્લાના અભિષેક સમારોહની મુખ્ય વિધિઓ કરશે. 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી અયોધ્યામાં અમૃત મહાઉત્સવ ઉજવાશે. 1008 હુંડી મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવશે જેમાં હજારો લોકોને મફત ભોજન આપવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે અભિષેકના દિવસે બપોરે 12 વાગ્યાથી 12:45 વાગ્યાની વચ્ચે રામ મંદિરના ગર્ભગૃહમાં રામ લલાને બિરાજમાન કરવાનો નિર્ણય કર્યો છે. આ સમારોહ માટે ટ્રસ્ટે તમામ સંપ્રદાયના 4,000 સંતોને આમંત્રિત કર્યા છે.
રામ મંંદિરનો શિલાન્યાસ
અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ પીએમ મોદીએ 5 ઓગસ્ટ, 2020ના રોજ કર્યો હતો. અયોધ્યા જમીન વિવાદ પર 2019 માં સીમાચિહ્નરૂપ સુપ્રીમ કોર્ટના ચુકાદાએ ભવ્ય રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો કર્યો હતો. સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદ, કેન્દ્રએ મંદિરના બાંધકામની દેખરેખ રાખવા અને તેના સંચાલનને પણ પૂરી પાડવા માટે શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની સ્થાપના કરી.
ટ્રસ્ટની દેખરેખ હેઠળ મંદિરનું બાંધકામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. રામ લલ્લાની મૂર્તિ મંદિરના ગર્ભગૃહમાં મૂકવામાં આવશે.


