- ભાજપ પાસેથી પૈસા લઈને ચૂંટણી લડવાનો રાહુલ ગાંધીએ કર્યો હતો આક્ષેપ
- કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષની ટિપ્પણી પર અનુરાગ ઠાકુરે આપી તીખી પ્રતિક્રિયા
- કર્ણાટક, તામિલનાડુમાં કોંગ્રેસ બીઆરએસ વચ્ચેના લિન્કને લઈને કર્યા સવાલ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં એક નિવેદન આપ્યું હતું કે AIMIM ભાજપ પાસેથી પૈસા લઈને ચૂંટણી લડે છે. જેના પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે તીખી પ્રતિક્રિયા આપી છે.
રાહુલ ગાંધી પર સવાલ કરતાં અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે મને તો એ નથી સમજાતું કે તમે આખરે ચૂપ કેમ છો? શું સમાધાન કર્યું છે? સાંભળવા તો એમ પણ આવે છે કે તમે આખી કોંગ્રેસ પાર્ટી આઉટ સોર્સ કરી નાખી છે કેસીઆર પાસે. એમ પણ સાંભળવામાં આવી રહ્યું છે કે BRS કોંગ્રેસની ટિકિટો વહેંચી રહી છે.
અનુરાગ ઠાકુરે વધુમાં જણાવ્યું કે પૈસો પણ જે કર્ણાટકથી આવી રહ્યો છે તેની સીધી ચર્ચા કોંગ્રેસ અને બીઆરએસ સાથે થઈ રહી છે. તો કર્ણાટક અને તમિલ નાડુનું લિન્ક બીઆરએસ અને કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યું છે તે સ્પષ્ટ કરે છે કે ટિકિટો પણ બીઆરએસ જ કોંગ્રેસની નક્કી કરી રહી છે. કોણ લોકો બીઆરએસમાં આવ્યા અને પાછા કોંગ્રેસમાં ચાલ્યા ગયા, કોણ કોંગ્રેસ માંથી બીઆરએસમાં આવ્યું તેનથી સ્પષ્ટ છે કે કોંગ્રેસ અને બીઆરએસ વચ્ચે અંદરોઅંદર તાલમેલ થઈ ગયું છે.