બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા હંમેશા તેના પતિ વિરાટ કોહલી સાથે ઉભી રહે છે. તે દરેક મુશ્કેલ સમયમાં વિરાટની પડખે ઉભી રહી છે. આજે વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. જે બાદ અનુષ્કા શર્મા ઈમોશનલ થઈ ગઈ. તેણે વિરાટ સાથેનો ફોટો શેર કર્યો છે અને એક પોસ્ટ પણ શેર કરી છે.
અનુષ્કા શર્મા થઈ ઈમોશનલ
અનુષ્કા શર્માએ વિરાટ કોહલી સાથેનો એક ફોટો શેર કર્યો છે. જેમાં વિરાટ ટેસ્ટ ક્રિકેટ મેચના ડ્રેસમાં જોવા મળી રહ્યો છે અને અનુષ્કા શર્માએ પણ વ્હાઈટ ડ્રેસ પહેર્યો છે. અનુષ્કાએ લખ્યું છે કે તેઓ રેકોર્ડ્સ અને માઈલસ્ટોન્સ વિશે વાત કરશે, પણ મને તે આંસુ યાદ રહેશે જે તમે ક્યારેય બતાવ્યા નહીં, તે સંઘર્ષ જે કોઈએ જોયો નહીં, અને રમતના આ ફોર્મેટને તમે આપેલો અતૂટ પ્રેમ.
મને ખબર છે કે તમારી પાસેથી કેટલું બધું છીનવાઈ ગયું છે. દરેક ટેસ્ટ સિરીઝ પછી, તમે થોડા સમજદાર, થોડા નમ્ર પાછા આવો છો – અને તમને આ બધામાંથી આગળ વધતા જોવું એ એક પ્રિવેલજ રહ્યો છે.
અનુષ્કાએ આગળ લખ્યું છે કે કોઈક રીતે, મેં હંમેશા કલ્પના કરી હતી કે તમે વ્હાઈટ કપડાં પહેરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લો છો, પરંતુ તમે હંમેશા તમારા દિલની વાત સાંભળી છે, અને તેથી હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે મારા પ્રેમ, તમે આ ગુડબાયની દરેક ક્ષણ મેળવી છે.
એરપોર્ટ પર જોવા મળ્યું કપલ
વિરાટની નિવૃત્તિની જાહેરાત પહેલા, વિરાટ અને અનુષ્કા બંને એરપોર્ટ પર જોવા મળ્યા હતા. એવું લાગે છે કે બંને કોઈ યાત્રા માટે નીકળ્યા છે. એરપોર્ટ પરથી તેમના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
વિરાટની નિવૃત્તિ ફેન્સ માટે ખૂબ જ આઘાતજનક હતી. ફેન્સ નિરાશ થયા છે. ફેન્સથી લઈને સેલેબ્સ સુધી, ઘણા લોકો સોશિયલ મીડિયા પર વિરાટ માટે પોસ્ટ શેર કરી રહ્યા છે.


