ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમી રહી છે. પર્થ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે રવિવારે ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ખેલાડી વિરાટ કોહલીએ બીજા દાવમાં 100 રન ફટકાર્યા છે.
વિરાટ કોહલીએ પોતાની 30મી ટેસ્ટ સદી ફટકારીને પર્થને યાદગાર બનાવ્યો અને ઈતિહાસ રચ્યો. હવે તે ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર ભારતીય ખેલાડી બની ગયો છે. તેને ઓસ્ટ્રેલિયામાં તેની છઠ્ઠી ટેસ્ટ સદી ફટકારી હતી.
વાસ્તવમાં સોશિયલ મીડિયા પર અનુષ્કા શર્માની પ્રતિક્રિયા સાથે, તેના પુત્ર અકાય કોહલીની તસવીર પણ વાયરલ થઈ રહી છે. પહેલીવાર અકાયનો ચહેરો ફેન્સની સામે આવ્યો છે, જેને જોઈને યૂઝર્સ ખૂબ જ ખુશ છે.
પોસ્ટ થઈ વાયરલ
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પોતાના બાળકોને લાઈમલાઈટથી દૂર રાખવાનો નિર્ણય કર્યો છે. એટલા માટે તે પોતાના બંને બાળકોની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા નથી. અનુષ્કા અને વિરાટે 15 ફેબ્રુઆરી 2024 ના રોજ તેમના પુત્ર અકાયનું આ દુનિયામાં સ્વાગત કર્યું, પરંતુ અત્યાર સુધી ફેન્સ તેની ઝલક જોઈ શક્યા નથી. પરંતુ હવે મોટી બહેન વામિકાની જેમ અકાયની તસવીર પણ સ્ટેડિયમમાંથી વાયરલ થઈ છે, જેનો દાવો એક પોસ્ટમાં કરવામાં આવી રહ્યો છે.
વાયરલ સોશિયલ મીડિયા પોસ્ટમાં અનુષ્કા શર્માની પાછળ એક વ્યક્તિએ એક નાનકડા બાળકને પકડી રાખ્યું છે, જે અનુષ્કા અને વિરાટનો પુત્ર હોવાનું કહેવાય છે. અકાય કોહલીના નામે તે બાળકની તસવીરો વાયરલ થઈ રહી છે. પરંતુ આ વાઈરલ બેબી અકાય છે કે અન્ય કોઈ છે કે કેમ તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
યુઝર્સની પ્રતિક્રિયાઓ સામે આવી
અકાય કોહલીના ફોટા જોયા પછી કેટલાક ફેન્સ ઘણા ખુશ છે જ્યારે ઘણા ફેન્સ એવા છે જે નાખુશ છે અને આ ફોટાને સોશિયલ મીડિયા પરથી હટાવવાનું કહી રહ્યા છે. તેનું કહેવું છે કે આ કારણોસર વિરાટ અને અનુષ્કા દેશની બહાર લંડન શિફ્ટ થયા છે.