અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ બિલ્ડર એસોસિએશન તેમજ ક્રેડાઇ(ગુજરાત)ના પરેશ ગજેરાએ અગ્ર ગુજરાત સાથે થયેલી વાતચીતમાં કહ્યુ હતુ કે, ટીપી સ્કીમની પ્રક્રિયા ત્રણ તબક્કે થાય છે. પહેલા ડ્રાફ્ટ, પછી પ્રિલીમીનરી અને બાદમાં ફાઇનલ મંજૂરી આપવામા આવે છે. નિયમ તો એવો છે કે, ડ્રાફ્ટ બન્યા પછી તેમા ગર્વમેન્ટ ટીપીઓની નિમણુંક કરીને 3૬ મહિનામાં જ ફાઇનલ મંજૂર થઇ જવી જોઇએ. અમે શહેરી વિકાસ મંત્રાલયમાં વખતોવખત રજૂઆત કરીએ જ છીએ કે જેટલી ડ્રાફ્ટ છે એ વહેલીતકે મંજૂર થાય.
૭ ડ્રાફ્ટ ટીપી સ્કીમ તો ૧૫ થી ૨૦ વર્ષથી સરકારની અભેરાઇએ
રાજકોટ ટીપી સ્કીમ નં.૧૪, રાજકોટ ટીપી ૧૫, રાજકોટ ટીપી ૧૭, રાજકોટ ટીપી ૧૮, મવડી ટીપી ૨૧, કોઠારિયા ૧3, વાવડી ૧૪ નંબરની ટીપી સ્કીમ છેલ્લાં ૧૫ થી ૨૦ વર્ષ થયે ડ્રાફ્ટ બનીને સરકારમાં પડી રહી છે. માત્ર ટીપી ફાઇનલ થવાના વાંકે ઉક્ત ટીપી સ્કીમ હેઠળ આવતા વિસ્તારોના વિકાસને બ્રેક લાગેલી છે.
ડ્રાફ્ટ હોય ત્યાં સુધી મળે છે માત્ર રોડનો જ કબજો, વિકાસના અન્ય દ્વાર રહે છે બંધ
ટીપી સ્કીમનો7 મુસદ્દો અને પ્રાથમિક ડ્રોઇંગ મનપાની ટાઉન પ્લાનીંગ શાખા બનાવે છે. ડ્રાફ્ટ થયા પછી સરકારમાં મોકલવામા આવે છે અને આ ડ્રાફ્ટ ટીપી સ્કીમ માટે સરકાર નિયુક્ત ટીપીઓને એ સ્કીમ સોંપવામા આવે છે. જેમા સુધારા-વધારા કરીને પ્રિલીમીનરી મંજૂર થાય છે અને બાદમાં ફાઇનલ સ્વરૂપે મંજૂર કરવામા આવે છે. કુલ ૫૬માંથી 3૨ ફાઇનલ મંજૂર થયેલી છે. જ્યારે ૬ પ્રિલીમીનરી સ્ટેજ પર છે અને ૧૬ ડ્રાફ્ટ થઇને સરકારમાં સલવાયેલી છે.