- ત્રીજી સિઝનમાં 50 પ્લસ ટીમો ભાગ લેશે
- યુવા ખેલાડીઓ માટે એસકે
- બીજી સિઝનમાં 50 પ્લસ ટીમોએ ભાગ લીધો હતો.
યુનાઇટેડ ફૂટબોલ દ્વારા છઠ્ઠી જાન્યુઆરીથી નવમી માર્ચ સુધી અમદાવાદ પ્રીમિયર લીગ (એપીએલ)ની ત્રીજી સિઝનનું આયોજન કરવામાં આવ્યું છે. એઆઇએફએફ દ્વારા માન્યતા પ્રાપ્ત એસકે યુનાઇટેડે પ્રથમ સિઝનમાં 35 ટીમો વચ્ચે ટૂર્નામેન્ટ યોજી હતી. ત્યારબાદ બીજી સિઝનમાં 50 પ્લસ ટીમોએ ભાગ લીધો હતો. એસકે યુનાઇટેડ ફૂટબોલના ડાયરેક્ટર શિખા ગોસ્વામીએ જણાવ્યું હતું કે યુવા અને ટેલેન્ટેડ ખેલાડીઓ માટે એપીએલ માત્ર ટૂર્નામેન્ટ નથી પરંતુ ટેલેન્ટ બતાવવા તથા કારકિર્દી ઘડવા માટેનું પ્રથમ પગથિયું છે. ત્રીજી સિઝનની યુવાઓ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. કર્ણાવતી ક્લબ રોડ ખાતે સ્થાપિત કરવામાં આવેલી ઉચ્ચ સ્તરીય એકેડેમીમાં અત્યારે અંડર-7થી અંડર-19ની વય ગ્રૂપના 150થી વધુ બોય્ઝ અને ગર્લ્સ પ્લેયર્સ ઉચ્ચ સ્તરીય ટ્રેનિંગ લઇ રહ્યા છે.
અન્ય ડાયરેક્ટર અભિજીત ગોસ્વામીએ જણાવ્યું હતું કે ખેલાડીઓને તાલીમ અને સ્પોર્ટ્સ ટેકનોલોજી સાથે ચોક્કસ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે જેના કારણે તેઓ દેશના વિવિધ રાજ્યોમાં રમાતી ટૂર્નામેન્ટમાં ગુજરાતના ફૂટબોલને એક નવી ઓળખ આપી રહ્યા છે.


