- ડિસ્ટ્રિક્ટ જજના 21 ઓક્ટોબર, 2023ના આદેશને પડકારવામાં આવ્યો
- ડિસ્ટ્રિક્ટ જજે વજુખાનાના ASI સર્વેની માંગણી કરતી અરજી ફગાવી હતી
- અલ્હાબાદ હાઇકોર્ટમાં સર્વેની માંગ કરતી રિવિઝન પિટિશન અરજી કરાઇ
વારાણસીના જ્ઞાનવાપીમાં મળેલી શિવલિંગ જેવી આકૃતિની નજીક સ્થિત વજુખાનાના ASI સર્વેની માંગને લઈને અલાહાબાદ હાઈકોર્ટમાં સિવિલ રિવિઝન પિટિશન દાખલ કરવામાં આવી છે. અરજીમાં જિલ્લા ન્યાયાધીશ વારાણસીના 21 ઓક્ટોબર, 2023ના આદેશને પડકારવામાં આવ્યો છે. તેમના આદેશમાં જિલ્લા ન્યાયાધીશે વજુખાનાના ASI સર્વેની માંગણી કરતી અરજી ફગાવી દીધી હતી. આ રિવિઝન પિટિશન રાખી સિંહે એડવોકેટ સૌરભ તિવારી મારફતે દાખલ કરી છે. આ પહેલા રાખી સિંહે પણ શૃંગાર ગૌરી પૂજાના મામલામાં વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.
અરજદાર વતી વારાણસી જિલ્લા ન્યાયાધીશ સમક્ષ એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં એવી માંગ કરવામાં આવી હતી કે જ્ઞાનવાપી સંકુલના ધાર્મિક વિસ્તારને શોધવા માટે વજુખાના (શિવલિંગના આકારવાળા વિસ્તાર સિવાય)નો સર્વે જરૂરી છે.
અરજદારની અરજીને ફગાવી દેતા, જિલ્લા ન્યાયાધીશ અજય કૃષ્ણ વિશ્વેશે કહ્યું હતું કે 17 મે, 2022 ના રોજના તેના આદેશમાં, સુપ્રીમ કોર્ટે તેમને આ વિસ્તારની સુરક્ષા કરવાનો આદેશ આપ્યો હતો. જ્યાં શિવલિંગ મળી આવ્યું હોવાનું કહેવાય છે. તેથી ASIને સર્વે કરવા સૂચના આપવી યોગ્ય નથી. કારણ કે, આ સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન હશે. જિલ્લા ન્યાયાધીશે એમ પણ કહ્યું છે કે 2022ની ટ્રાયલમાં 21 જુલાઈ, 2023ના રોજ આપેલા આદેશ હેઠળ તેમની કોર્ટ દ્વારા આદેશ કરાયેલ કેએસઆઈ સર્વેક્ષણના દાયરામાં વિશેષ વિસ્તારને પણ બહાર રાખવામાં આવ્યો હતો.
અરજદારે કરેલી રિવિઝન પિટિશનમાં વજુખાના વિસ્તારનો સર્વે જરૂરી હોવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આનાથી વાદી અને પ્રતિવાદીઓને એકસરખા લાભ થશે અને યોગ્ય નિર્ણય પર પહોંચવામાં મદદ મળશે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ડિસ્ટ્રિક્ટ જજ તેમના 21 ઓક્ટોબરના આદેશમાં વજુખાના વિસ્તારના સર્વેક્ષણ માટેના નિર્દેશો આપવા માટે કાયદા દ્વારા તેમને આપવામાં આવેલા અધિકારક્ષેત્રનો ઉપયોગ કરવામાં નિષ્ફળ ગયા હતા.
પોતાના આદેશમાં, જિલ્લા ન્યાયાધીશની અદાલતે એમ કહેવામાં ભૂલ કરી હતી કે 21 જુલાઈ, 2023 ના રોજના આદેશમાં અરજદારે જાણી જોઈને યોગ્ય રીતે સુરક્ષિત વિસ્તારને સર્વેક્ષણના અવકાશમાંથી બાકાત રાખ્યો હતો. કારણ કે, અરજીમાં સંરક્ષિત વિસ્તારના સર્વેક્ષણની માંગણી કરતી કોઈ અરજી ન હતી જેના આધારે આ આદેશ પસાર કરવામાં આવ્યો હતો.
એવું પણ કહેવામાં આવ્યું હતું કે વારાણસી જિલ્લા ન્યાયાધીશના 21મી જુલાઈના આદેશ મુજબ વારાણસીમાં જ્ઞાનવાપી સંકુલનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. જેથી, એ નક્કી કરી શકાય કે મસ્જિદ હિન્દુ મંદિરના પહેલાથી અસ્તિત્વમાં રહેલા બાંધકામ પર બનાવવામાં આવી હતી કે નહીં. 2 નવેમ્બરના રોજ, વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે ASI ને જ્ઞાનવાપી મસ્જિદ સર્વે અંગેનો તેનો રિપોર્ટ 17 નવેમ્બર સુધીમાં કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.