- ફરી એકવાર દુનિયાના લોકપ્રિય નેતા બન્યા પીએમ મોદી
- એક રિપોર્ટ અનુસાર પીએમ મોદી બન્યા લોકપ્રિય નેતા
- રાષ્ટ્રીય રેન્કિંગમાં ભારતીયોના સૌથી પ્રિય નેતા
પીએમ મોદીની લોકપ્રિયતા વિશે આપણે જાણીએ જ છીએ. પરંતુ 4 જૂન બાદ વિપક્ષ દ્વારા જે રીતે નિવેદનબાજી કરવામાં આવી રહી હતી તેનાથી એમ હતુ કે પીએમ મોદીની પોપ્યુલારિટી ઘટી જશે પરંતુ આતો એનાથી ઉલટુ થયુ છે. 4 જૂન બાદ આવેલા ઇન્ટરનેશનલ અપ્રુવલ રેટીંગમાં પીએમ મોદીનો ગ્રાફ 70 ટકા વધી રહ્યો છે. એનો મતલબ એ છે કે ભારતમાં 70 ટકા લોકો પીએમ મોદીને સ્વીકારે છે.
PM મોદી હોટ ફેવરિટ
મહત્વનું છે કે એક સંસ્થા વિશ્વના ચૂંટાયેલા નેતાઓની સાપ્તાહિક અપ્રૂવલ રેટિંગ બહાર પાડે છે. એપ્રુવલ રેટિંગ દરેક દેશમાં પુખ્ત રહેવાસીઓની મૂવિંગ એવરેજ પર આધારિત છે. દરેક દેશ પ્રમાણે અલગ અલગ સેમ્પલ સાઈઝ હોય છે. આ સમયે પણ માત્ર રાષ્ટ્રીય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મોદી દરેકના હોટ ફેવરિટ છે. આ ક્રેઝ ઇન્ટરનેશનલ સ્તરે પણ કેટલો છે તે જી-7 સમિટમાં જોવા મળી રહ્યો છે. કારણ કે 2024ના ચૂંટણી પરિણામ બાદ પીએમ મોદીનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે.
સૌથી પ્રિય નેતા
નરેન્દ્ર મોદી 240 બેઠકો મેળવ્યા પછી પણ રાષ્ટ્રીય રેન્કિંગમાં ભારતીયોના સૌથી પ્રિય નેતા છે. જ્યારે 25 વિશ્વ નેતાઓની આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં નરેન્દ્ર મોદી હજુ પણ ટોચ પર છે. ગયા વર્ષે, રાષ્ટ્રીય સ્તરે મોદીનું એપ્રુવલ રેટિંગ 60-67% ની વચ્ચે હતું. ફેબ્રુઆરી 2024 માં મોદી 75% પર પહોંચ્યા જ્યારે ચૂંટણીઓ પણ શરૂ થઈ ન હતી અને પછી મે મહિનામાં, પરિણામો પહેલા, મોદીનું રાષ્ટ્રીય અપ્રૂવલ રેટિંગ 70% હતું એટલે કે ભારતમાં દર 100 માંથી 70 લોકો નરેન્દ્ર મોદીને પીએમ તરીકે તેમના કામને સમર્થન આપે છે.
કોણ કયા સ્થાને ?
- 4 જૂનના પરિણામો પછી આવેલા આંતરરાષ્ટ્રીય એપ્રુવલ રેટિંગમાં નરેન્દ્ર મોદી 70%ના એપ્રુવલ રેટિંગ સાથે પ્રથમ સ્થાને છે.
- ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની 42%ના એપ્રુવલ રેટિંગ સાથે 9મા સ્થાને છે.
- અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન 37%ના એપ્રુવલ રેટિંગ સાથે 12મા સ્થાને છે.
- કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો 30% રેટિંગ સાથે 17મા સ્થાને છે.
- જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ 25% ની મંજૂરી રેટિંગ સાથે 20મા સ્થાને છે.
- બ્રિટિશ પીએમ ઋષિ સુનક 25%ના એપ્રૂવલ રેટિંગ સાથે 21મા ક્રમે છે.
- ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન 21%ના મંજૂરી રેટિંગ સાથે 22મા ક્રમે છે.
- જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદા 13%ના એપ્રુવલ રેટિંગ સાથે 25મા સ્થાને છે.


