By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: તમે વ્યકિત મટીને વ્યવસ્થાનો ભાગ બની રહયા છો ?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
બિટવિન ધ લાઇન્સ - સુનિલ જોશી

તમે વ્યકિત મટીને વ્યવસ્થાનો ભાગ બની રહયા છો ?

agragujaratnews
Last updated: 2024/04/10 at 8:42 PM
2 years ago
Share
તમે વ્યકિત મટીને વ્યવસ્થાનો ભાગ બની રહયા છો ?
SHARE

જ્ઞાતિ મંડળો,સેવા મંડળો, સોસાયટીઓ,સ્કુલ્સ,કલા અભિવ્યકિતના ક્ષેત્ર પણ વર્જીન નથી રહયા

ટાઢા પહોરે તમે ટહેલવાં નિકળ્યા હો તો, પણ તમારી પ્રાઇવસીની આપણે ત્યાં કોઇ રિસ્પેકટ નથી

વાત લગ-ભગ બે દાયકા પહેલાંની છે. જાગરણની રાત્રીના  એવરેજ રાજકોટવાસીની માફક હું અને મારા પત્ની રેસકોર્ષની પાળીએ બેઠા હતાં. મોડી રાત્રીના સારો એવો ટ્રાફિક હતો. અચાનક પોલીસ આવી અને જુવાનિયાઓને ઘરે ધકેલવા માંડી. પોલીસ અમારા સુધી પહોંચી ત્યારે તે જુવાનિયાઓને ઝુંડને જોઇને આદેશાત્મક સૂરે ઘરે ધકેલવાનું કામ ચાલુ હતું. અમારા સુધી પોલીસ આવી ત્યારે તેમની સૂચના જનરલ હોય તેમ સમજી અમે ઉભા થઇ ગયા. એક પોલીસમેનના ધ્યાનમાં આવ્યુ. તેમણે અમારી સામે જોઇને મને કહયુ સાહેબ તમે બેસો.  પછી અમારા જેવા અન્ય કપલ હતાં તેમણે  આજ સૂચના આપી .તેમના અવાજમાં વિવેક હતો. યુવાન હોવા છતાં આ પોલીસમેન ઉપર માન ઉપજયુ. થોડી વારે એ સમજાઇ ગયુ કે ઉપદ્રવ મચાવે એવા જુવાનિયાઓને અલગ થલગ કરવા આ પોલીસ પ્રયાસ કરી રહી છે. કપલ બેસે તેમાં તેમને કોઇ વાંધો નથી. મને સૌથી વધુ એ વાત સ્પર્શી કે તેમણે અમારી લાઇનમા પાળી ઉપર બેઠેલા તમામ કપલ સાથે આ જ રીતે નમ્રતાથી વાત કરી. જાણે કે એની ખાખી વર્દી કહી રહી હતી કે અમે છીએ ને. તમે નિરાંતે બેસો. આ શહેર તમારુ છે. આ પાળી તમારા ટાઇમ પાસ માટે છે. અમારુ કામ તમારી સલામતી અને શાંતિનું છે.

Contents
જ્ઞાતિ મંડળો,સેવા મંડળો, સોસાયટીઓ,સ્કુલ્સ,કલા અભિવ્યકિતના ક્ષેત્ર પણ વર્જીન નથી રહયાટાઢા પહોરે તમે ટહેલવાં નિકળ્યા હો તો, પણ તમારી પ્રાઇવસીની આપણે ત્યાં કોઇ રિસ્પેકટ નથી

કટ ટુ  : થોડા સમય પહેલાંની ઘટના છે.શહેરના રેસકોર્ષ ચોક પાસે મારા સહિત તમામ લોકોનો ટ્રાફિક થોડો સમય માટે પોલીસે અટકાવી દીધો હતો. કોઇ વી.આઇ.પી. કોન્વોય પસાર થવાની હતી. મારી બાજુએ એક બુઝર્ગ વયના કાકા ટુ વ્હીલર ઉપર ઉભા હતાં. અચાનક ટ્રાફિક વોર્ડનને શું થયુ કે કાકાને પાછળ જવાનો આદેશ કર્યો. કાકા અગ્ર હરોળમાં હતાં.તેમની પાછળ વાહનો હતાં. સ્વાભાવિક જગ્યા નહોતી. લોકો સમજી ગયા. કાકાને પાછળ આવવા માટે થોડા થોડા વાહનો આગળ પાછળ કરવાની કોશિષ કરી. એ સમય દરમિયાન કાકાના ચહેરા ઉપર જે દબાણ આવ્યુ એ જોઇ શકાય તેવું હતું. વી.આઇ.પી.ઓ.ની સેવાઓમાં કદાચ આપણે સામાન્ય પ્રજાને હવે સેકન્ડ કલાસ સિટિઝન તરીકે ટ્રીટ કરવા માંડયા છીએ. પોલીસ હોય કે સરકારી અધિકારી તેમનો આ જન્મસિધ્ધ અધિકાર હોય એવું તેમની બોડીલેંગ્વેજ ઉપરથી લાગે. લોકોને પણ આ કોઠે પડી ગયુ છે. તેઓસાચા હોય તો પણ તેમની તીતુડી કોઇ સાંભળતું નથી.આવો સરેરાશ અનુભવ ઘણા લોકોને થાય છે.નેતાઓ અને અધિકારીઓએ પણ તેઓ ફરજ ઉપર ન હોય અથવા ખાસ કોઇ તાકિદ ન હોય તો આવા તાયફાઓ બંધ કરવા જોઇએ. સામાન્ય પ્રજામાં તેમના પ્રત્યે અણગમો જન્મે છે.

કટ ત્રીજો પ્રસંગ : હું મારા એક મિત્રને ત્યાં તેમના પારિવારિક પ્રસંગ પહેલાં વોર્મ અપમાં ગયો હતો. અમે બેઠા હતાં ત્યારે જ વાતચીત નિકળી. કે સોસાયટીમાં બે દિવસ પછી જમણવાર રાખ્યો છે. વાત આગળ ચાલી તો ખબર પડી કે એક નેતાની સભા પૂર્વે સોસાયટીમાંથી લોકોને લઇ જવાના છે. સોસાયટીમાં લોકો પણ બે ભાગે વહેંચાઇ ગયા હતાં. બહુમતી જમણવારમાં ફ્રિમાં જમવા માટે જવા ખુશ ખુશાલ હતાં. બીજો વર્ગ રાજકિય નેતાઓના હાથા તેમના હોદેદારો બને એમાં રાજી નહોતા. જો કે, તેમની સંખ્યા ખાસ વધુ નહોતી.  આવુ જ પહેલાં ઓટલાં પરિષદમાં હતુ. રાજકોટમાં ફુટપાથો ઉપર અને દુકાનોના ઓટલે રાત્રે દુકાનો બંધ થાય ત્યારે મિત્રો ગામ ગપાટા કરવા ભેગા થતાં. તેમાં રાજકારણ નહોતુ. પેલેસ રોડ,દિવાનપરા,કરણપરા,જાગનાથ વગેરે જુના રાજકોટના ઓટલાઓ ઉપર કરોડોપતિ વેપારી બેસતા. તેમની સાથે સામાન્ય વેપારીઓ બેસતાં.સૌ સમાનતાથી વાતો કરતાં છાપાના પડીકામાં ગાઠિયા મંગાવી ઘુમલો વળીને ગાઠિયા પાર્ટી કરતાં. મોટા ભાગના લોકો માટે તો રાતના ટાઇમપાસનું આ એક વ્યસન થઇ ગયુ હતું. આ જગ્યાઓનો એક વણલખ્યો નિયમ હતો. નો પોલિટિકસ. અહીં બધાં માત્ર વાતચીત કરવા અને દિવસ ભરનો થાક હળવો કરવા ભેગા થતાં. આ માટે તેઓ રહેઠાણ ન બદલાવતાં. નવી સોસાયટીઓની નવી નવી ઇમારતો તેમને પરવડે તેમ હતું છતાં આવી કંપની નવા ફલેટોમાં નહિ મળે એ મર્યાદાને કારણે જુના વિસ્તારોમાં ટકી જતાં. એટલું જ નહિ એક મેકની કયારેક નબળી સ્થીતિ આવે તો પણ આ રોજીંદા ધરોબાને કારણે લોકોને ઓળખી એક મેકને વેપરાધંધામાં કે કોઇ સમશ્યામાં પણ મદદરૂપ થતાં.આજે સોસાયટીઓના પાર્કીંગની બેઠકોમાં તમે કયારેક જતાં હો તો તમે જોઇ શકો કે અહીં તો રાજકિય પક્ષ જેવી જુથબંધી છે. લોકો પોતાના નિવાસની સોસાયટિઓને અને આજીવન જે પડોશીઓ સાથે રહેવાના છે તેમને પણ મિત્રમાંથી દુશ્મન બનાવવાનો હુન્નર કરી રહયા છે. આપણા રોજીંદા જીવનને આપણે સરળ,સાલસ,લોક ઉપયોગી,કલાત્મક,એખલાસ ભર્યુ રાખવાને બદલે હાથે કરીને જટીલ બનાવીએ છીએ.

લોકોના રોજીંદા જીવનમાં આજ જેટલું રાજકારણ હાવી નહોતું થયુ. આજે સોસાયટીઓ મારફત લોકોના પ્રસંગો હળવા મળવાનું અને સોસાયટીનો વહિવટ કોણ કરશે એ પણ રાજકારણ મારફત નકકી થવા માંડયુ છે. તમે વ્યકિત મટીને વ્યવસ્થાનો ભાગ બનાવ માંડયા છો.જો કે એ વ્યકિત સમુહ કે સમાજ ઉપર નકકી છે કે તમારી આસપાસ કેવી વ્યવસ્થા અને કેવો પ્રભાવ(ઇન્ફલુઅન્સ )તમારા રોજીંદા જીવન ઉપર પાડવો જોઇએ. વિદેશના લોકો વખાણ કરે છે. તેની પહેલી બાબત એ છે કે ત્યાં વ્યકિત ઉપર વ્યકિત કે વિચાર કે જીવન શૈલીનું અતિક્રમણ નથી. સોશિયલ મિડિયાના અતિરેક બાદ તો હવે લોકોએ શું કરવુ જોઇએ, શા માટે કરવુ જોઇએ, કરવુ જ જોઇએ નહિ કરે તો હિન્દુ નહિ કે મુસ્લીમ નહિ એટલી ધમકીની ભાષામાં ગંદકી વહેતી થઇ ગઇ છે. આવ સંજોગોમાં માણસે પોતાની આંતરિક સ્વતંત્રાને પોતે જ રિસ્પેકટ કરવી પડશે. પોતાની આસપાસનું પસંદગીનું વાતાવરણ અને રાજકારણ રહિત પારદર્શક જીવન અથવા મિનિમમ ઇન્ટર્વેશનની વ્યવસ્થા માટે પણ લડત આપવી પડશે. આ બધું સુક્ષ્મ છે. પરંતુ જેટલી તમે તેમને જગ્યા આપશો એટલું તેમનું અતિક્રમણ વધશે.

You Might Also Like

રાજકોટનું ગૌરવ : ટોપ ટેન વેલ્થ ક્રિએટર

શંકરસિંહ ભાજપનું ટ્રમ્પ કાર્ડ બનશે ?

લેટરલ એન્ટ્રી વિવાદ શું છે ?

આપણે વિશ્વ ગુરુ બનવું છે,પણ શહેરની ટ્રાફિક જામની સમશ્યા પણ હલ નથી કરી શકતાં!

મહારાષ્ટ્ર,છતીસગઢમાં ચૂંટણી જાહેર ન કરી ચૂંટણી પંચે કોની ફેવર કરી ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 નવનાત વણિક સમાજ દ્વારા દિકરા-દિકરીઓ માટે તા.૨૯મીએ પરિચય મેળો
રાજકોટ

 નવનાત વણિક સમાજ દ્વારા દિકરા-દિકરીઓ માટે તા.૨૯મીએ પરિચય મેળો

Editor By Editor 6 days ago
 એઈમ્સના આપઘાત કેસમાં સંડોવાયેલા પાંચ શખ્સોને પોલીસ સુરક્ષામાં પરીક્ષા આપવા લઈ જવાતા વિરોધ
રાજકોટમાં તાપમાન ૪૧ ડિગ્રીએ પહોંચતા સિવિલમાં ૨૦ બેડનો ખાસ વોર્ડ તૈયાર
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?