- આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચા
- ગર્લફ્રેન્ડ સાથે મ્યુઝિક ફેસ્ટિવલમાં પહોંચ્યા હતા રાષ્ટ્રપતિ
- ગર્લફ્રેન્ડને કિસ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
આર્જેન્ટિનાના નવા રાષ્ટ્રપતિ જેવિયર માઈલી શુક્રવારે તેની ગર્લફ્રેન્ડ ફાતિમા ફ્લોરેઝના નવા કોન્સર્ટમાં પહોંચ્યા હતા. અહીં રાષ્ટ્રપતિએ પોતાની ગર્લફ્રેન્ડને કિસ કરી હતી, જેનો વીડિયો હવે આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. ફ્લોરેઝે આ દરમિયાન ગોલ્ડન લીઓટાર્ડ પહેર્યો હતો. આ દરમિયાન રાષ્ટ્રપતિ તેમની સાથે મંચ પર હતા. સ્થાનિક મીડિયા અનુસાર, રાષ્ટ્રપતિ 9.40 વાગ્યે રોક્સી થિયેટરમાં પહોંચ્યા. પ્રેસિડેન્ટ માઈલીએ કથિત રીતે ઇવેન્ટની ટિકિટ માટે પોતાના ખિસ્સામાંથી ચૂકવી હતી.
ગર્લફ્રેન્ડને કિસ કરતાં પહેલા તેમણે સ્ટેજ પરથી ભાષણ આપ્યું હતું. રાષ્ટ્રપતિએ લોકોને કહ્યું હતું કે આર્જેન્ટિના માટે મુશ્કેલ સમય આવવાનો છે. પરંતુ દેશે આગળ વધવું પડશે. આ પહેલીવાર નથી જ્યારે આ કપલે જાહેરમાં કિસ કરી હોય. નવેમ્બરમાં રાષ્ટ્રપતિ પદ માટે મતદાન પૂર્ણ થયા બાદ લાઈવ ટેલિકાસ્ટ દરમિયાન પણ તેઓ આ જ રીતે જોવા મળ્યા હતા. માઈલીની સાથે થિયેટરમાં તેમની બહેન કરીના અને તેમના સુરક્ષા પ્રમુખ પણ હાજર હતા.
આ રીતે મળ્યા હતા બંને
રાષ્ટ્રપતિ માઈલીની ગર્લફ્રેન્ડ લોકપ્રિય કોમેડિયન છે. તેણીએ કાર્યક્રમમાં હાજરી આપવા બદલ જાહેરમાં રાષ્ટ્રપતિનો આભાર માન્યો અને થોડા સમય બાદ તેમની સાથે નીકળી ગઈ હતી. તેણી પોતાના તત્કાલિન પતિથી અલગ થયા બાદ એક ટોક શોમાં રાષ્ટ્રપતિને મળી હતી. ત્યારથી બંને રિલેશનશિપમાં છે. ઈન્ટરવ્યુ દરમિયાન ફાતિમાએ મજાકમાં તેમને કહ્યું હતું કે તમે આ મહત્વની ભૂમિકા માટે એકલા જ છો. ઓકટોબરમાં બંને ફરીથી ટૉક શોમાં ગયા અને ત્યાં તેમણે જાહેરાત કરી હતી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.


