- ભગવાન રામ આરાધ્ય દેવ છેઃ મોઢવાડિયા
- લોકોની આસ્થા અને વિશ્વાસનો વિષય છેઃ મોઢવાડિયા
- ‘હાઇકમાન્ડે આવા રાજનૈતિક નિર્ણય ન લેવો જોઇએ’
એક તરફ કોંગ્રેસ નેતા દ્વારા 22 જાન્યુઆરીના અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર નહીં રહેવાનો કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા નિર્ણય લીધો છે. આ વચ્ચે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ પ્રાણ પ્રતિષ્ઠામાં ન જવાના પાર્ટીના નિર્ણયને વખોડ્યો છે.
કોંગ્રેસના દિલ્હી હાઇકમાન્ડ દ્વારા અયોધ્યાના રામ મંદિર માટે આપવામાં આવેલા આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. જેના પર ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પાર્ટીના નિર્ણયને વખોડી કાઢ્યો છે. જેમાં ટ્વિટ કરતાં કહ્યું કે, ભગવાન રામ આરાધ્ય દેવ છે. લોકોની આસ્થા અને વિશ્વાસનો વિષય છે. હાઇકમાન્ડે આવા રાજનૈતિક નિર્ણય ને લેવો જોઇએ.
આ તરફ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહની સ્પષ્ટતા કરતાં ટ્વીટ કરીને કહ્યું કે, દેશના કરોડો લોકોની આસ્થાની સાથે કોંગ્રેસ પક્ષ છે ચૂંટણી નજીક આવતી હોય પ્રતિષ્ઠા થઈ રહી છે. મંદિરનું કામ પૂર્ણ થયા વિના પ્રતિષ્ઠા ધાર્મિક રીતે યોગ્ય નથી. રામ મંદિર પ્રતિષ્ઠા ખોટા સમયે થઈ રહી છે. પૂરી આસ્થા સાથે યોગ્ય સમયે મંદિરના દર્શન કરીશું.
તેમજ દિલ્હી કોંગ્રેસ તરફથી નિવદેનમાં કહ્યું છે કે તેઓ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ભાગ નહીં લે. સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપશે નહીં. લોકસભામાં કોંગ્રેસ સાંસદ પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરી પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે નહીં. કોંગ્રેસે કહ્યું છે કે આ આરએસએસ અને ભાજપનો કાર્યક્રમ છે. તમને જણાવી દઈએ કે રામ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરીએ થવાનો છે અને આ કાર્યક્રમમાં PM મોદી સહિત અનેક વરિષ્ઠ હસ્તીઓ ભાગ લેશે.


