- અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું
- વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને સોપ્યું રાજીનામું
- પોરબંદરના ધારાસભ્ય છે અર્જુન મોઢવાડીયા
કોંગ્રેસના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી આજે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું છે. અર્જૂન મોઢવાડિયા હવે આગામી ગણતરીના દિવસોમાં જ ભાજપમાં જોડાશે. લોકસભાની આગામી ચૂંટણીની સાથેસાથે યોજાનાર વિધાનસભાની પેટા ચૂંટણીમાં અર્જૂન મોઢવાડિયા ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે.
રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પહેલા કોંગ્રેસને મોટો ઝટકો
એક તરફ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાત પહોંચવાની છે, લોકસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઇ ચૂક્યું છે, તેવા સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એક પછી એક કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે.અંબરિશ ડેર બાદ અર્જુન મોઢવાડિયાએ પણ કોંગ્રેસનો સાથ છોડયો છે.રાહુલ ગાંધીની યાત્રા પહેલા જ કોંગ્રેસમાં આ મોટું ગાબડું પડયું છે.અર્જુના મોઢવાડિયાએ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધુ છે.મહત્વની વાત તો એ છે કે,રામ મંદિર મુદ્દે કોંગ્રેસના સ્ટેન્ડને લઈ રાજીનામું આપ્યું હોવાની વાત સામે આવી છે.
આવતીકાલે અંબરીશ ડેર જોડાશે ભાજપમાં
અંબરીશ ડેર હવે ભાજપમાં જોડાવા જઇ રહ્યા છે. અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે અને આવતીકાલે ભાજપમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.


