ક્રિક્રેટના મહાન ખેલાડી સચિન તેંડુલકરના પુત્ર અર્જુન રણજી ટ્રોફીમાં પોતાનુ દમ-ખમ બતાવવા જોવા મળી શકે છે. લાંબા સમયથી અર્જુન તેંડુલકરે કોઇ મોટી ટુર્નામેંટ નથી રમી. પરંતુ હવે તેઓ પોતાના ઉત્કૃષ્ટ દેખાવ માટે તૈયાર છે. રણજી ટ્રોફીમાં ગોવા માટે તેઓ પરત ફરવા તૈયાર છે. ગોવાના ઓલરાઉંડર નાગાલૈંડ વિરુદ્ધ રણજી ટ્રોફીના પ્લેટ ગ્રુપ ફાઇનલમાં રમતા જોવા મળશે. ગોવાના સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફી દરમિયાન અર્જુનને ટીમમાં સ્થાન મળ્યુ ન હતુ. પરંતુ રણજી સીઝનમાં ટીમમાં સૌથી વધુ વિકેટ લેનાર ત્રીજા નંબરના ખેલાડી બન્યા છે.
અર્જુન તેંડુલકરની હમણા સુધીની કારકિર્દી
અર્જુન તેંડુલકરે હમણા સુધી 4 મેચમાં 16 વિકેટ ઝડપી છે. ફાઇનલમાં તેઓેએ 20 વિકેટના આંકડા પાર કરે તેવી શક્યતા છે. ગોવા અને નાગાલેંડ વચ્ચે 23થી 27 જાન્યુઆરી સુધી દીમાપુરમાં ક્રિક્રેટ મેચ રમવામાં આવશે. ગોવા માટેના મેચમાં અર્જુન તેંડુલકરની ભૂમિકા ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ છે કે, અર્જુન તેંડુલકર 2022-23ની સીઝન અગાઉ તેઓ ગોવા પહોંચ્યા હતા. ગોવામાં સામેલ થવા અગાઉ તેઓ ટી-20 ક્રિકેટ મેચ રમી ચુક્યા છે. તેઓએ રણજી ટ્રોફીમાં યાદગાર ડેબ્યુ કર્યુ હતુ. અને રાજસ્થાન વિરુદ્ધ શતક પણ ફટકાર્યો હતો. સચિનના પુત્ર અર્જુન તેંડુલકરે હમણા સુધી 17 ફર્સ્ટ ક્લાસ, 18 લિસ્ટ એ અને 24 ટી-20 મેચ રમ્યા છે. અર્જુને રેડ-બોલ ક્રિકેટમાં 37 અને વ્હાઇટ બોલ ક્રિકેટમાં 52 વિકેટ પોતાના નામે કર્યા છે.
આઇપીએલમાં મુંબઇ માટે રમતા જોવા મળશે અર્જુન
અર્જુન તેંડુલકર પ્લેટ ગ્રુપ રણજી ટ્રોફી ફાઇનલ બાદ આ વર્ષે આઇપીએલમાં પરત ફરશે. જ્યાં તેઓ પાંચ વખત આઇપીએલ ચેમ્પિયંસ બની ચુકેલી મુંબઇ ઇંડિયન્સનો ભાગ બનશે. ગયા વર્ષે આયોજિત કરાયેલા મેગા ઓક્શનમાં મુંબઇની ટીમે તેમને બેસ પ્રાઇઝ 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. અર્જુન તેંડુલકર મુંબઇ ઇંડિયન્સ ટીમમાં વર્ષ 2021થી સામેલ છે. આઇપીએલ 2022ના મેગા ઓક્શનમાં તેઓને 30 લાખ રૂપિયામાં રિટેન કર્યા હતા. વર્ષ 2023માં અર્જુનને આઇપીએલમાં ડેબ્યુ કરવાની તક મળી હતી. ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરનો પુત્ર હોવાથી અર્જુન તેંડુલકર પર ચાહકોની ખાસ અપેક્ષાઓ જોડાયેલી હોય છે.


