- મનોજ પાંડેના અમેરિકા પ્રવાસનો આજે ચોથો અને અંતિમ દિવસ
- મનોજ પાંડે અમેરિકન સેનાના 1 કોર્પસના હેડક્વાર્ટર પહોંચ્યા હતા
- ભારતીય સેના પણ સ્ટ્રાઈક યુનિટને ખરીદવાનો વિચાર કરી રહી છે
આર્મી ચીફ જનરલ મનોજ પાંડેના અમેરિકા પ્રવાસનો આજે અંતિમ દિવસ છે. પોતાના અમેરિકા પ્રવાસના ચોથા દિવસે આર્મી ચીફ જનરલ મનોજ પાંડે અમેરિકન સેનાના 1 કોર્પસના હેડક્વાર્ટર પહોંચ્યા હતા. જ્યાં, આર્મી ચીફે અમેરિકન સેનાના ટોચના અધિકારીઓ સાથે મુલાકાત કરી અને બંને દેશોની સેનાઓ વચ્ચે વધુને વધુ ટ્રેનિંગને લઈને વાત કરી હતી.
આર્મી ચિફે નિહાળ્યું અમેરિકન સેનાનું કામકાજ
આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ આજે અમેરિકન સેનાના સ્ટ્રાઈકર યુનિટ, મલ્ટી ડોમેન ટાસ્ક ફોર્સ અને સ્પેશિયલ ફોર્સ ગ્રુપના અધિકારીઓ સાથે ચર્ચા કરી અને આ ફોર્સીસના કામની પણ સમજણ મેળવી. ભારતીય સેના પણ સ્ટ્રાઈક યુનિટને ખરીદવાનો વિચાર કરી રહી છે.
ખૂબ જ ખાસ છે સ્ટ્રાઈકર યુનિટ
આઠ પૈડાવાળા આર્મર્ડ વ્હીકલને સ્ટ્રાઈકર કહેવામાં આવે છે. આ સશસ્ત્ર વાહન ઘણા આધુનિક શસ્ત્રોથી સજ્જ છે અને છેલ્લા કેટલાંક વર્ષોમાં તેના જુદા જુદા વેરોયન્ટ પણ સામે આવી ચૂક્યા છે. સ્ટ્રાઈકર વાહન એટલું મજબૂત છે કે તે IED બ્લાસ્ટમાં પણ સૈનિકોની સુરક્ષા કરી શકે છે. તેમજ તેની મદદથી સૈનિકોને કોઈપણ જગ્યાએ ઝડપથી પહોંચાડી શકાય છે. સ્ટ્રાઈકર વ્હીકલને શોર્ટ રેન્જ એર ડિફેન્સ મિસાઈલ, SHORAD તેમજ એન્ટ્રી ડ્રોન અને હેલિકોપ્ટરને તોડી પાડવા માટે સક્ષમ હેલિફાયર મિસાઇલ પણ તૈનાત કરી શકાય છે. સ્ટ્રાઈકર વ્હીકલમાં લેઝર હથિયાર અને 30mmની એર બેસ્ડ કેનનથી પણ સજ્જ હોય છે. જમીન અને હવામાં દુશ્મનો સાથે લડવાની આની ક્ષમતાને જોતાં, સ્ટ્રાઈક વ્હીકલને ભવિષ્યનું હથિયાર માનવામાં આવે છે.


