- સ્કુલ વાનચાલકે જ વિદ્યાર્થિની સાથે કરી છેડતી
- સ્કૂલ વાનચાલક ગોપાલ સિંહ ચૌહાણની ધરપકડ
- વિદ્યાર્થિનીના પરિવારે ગોત્રી પો.સ્ટે.માં નોંધાવી ફરિયાદ
વડોદરામા ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી વિદ્યાર્થિનીને સ્કૂલ વર્ધીના વાનચાલક દ્વારા શારીરિક અડપલા કરવામાં આવતા ગોત્રી પોલીસે વાન ચાલકની ધરપકડ કરી, કાયદેસરની કાર્યવાહી હાથધરી,તો વિધાર્થીની એક ખાનગી શાળામા અભ્યાસ કરે છે.વિધાર્થીનીના માતા-પિતાનો આક્ષેપ છે,કે તેમની બાળકીને વાનચાલક ઘરેથી પહેલા લઈ જતો અને છેલ્લે મુકી જતો હતો.
વાનચાલક કરતો અડપલા
ગોત્રી વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની વિદ્યાર્થિની સ્કૂલ વર્ધીની વાનમાં સ્કૂલે આવતી જતી હતી. સ્કૂલ વર્ધી વાનનો ડ્રાઇવર ગોપાલસિંહ અમરસિંહ ચૌહાણ અવાર – નવાર વિદ્યાર્થિની સાથે શારીરિક છેડછાડ કરતો હતો. જેના કારણે વિદ્યાર્થિનીએ કંટાળીને તેના માતા-પિતાને સમગ્ર ઘટનાની આપવીતી જણાવી,તો બીજી તરફ માતા-પિતાએ સમગ્ર વાત પોલીસને કરી,તો પોલીસે ફરિયાદ નોંધી વાનચાલકની ધરપકડ કરી લોકઅપ હવાલે કર્યો.
પોકસો હેઠળ ગુનો
માતા-પિતાની વાત સાંભળી પોલીસે પણ ઉંડાણપૂર્વકની આરોપીની પૂછપરછ હાથધરી છે,આરોપી કેટલા સમયથી આ રીતની હરકત કરતો હતો,તે તમામ પાસઓને લઈ પૂછપરછ હાથધરી હતી,તો આરોપીએ અગાઉ પણ કોઈ વિધાર્થીનીને અડપલા કર્યા છે કે નહી,તેને લઈ પણ તપાસ ચાલી રહી છે.તો પોલીસે પોકસો હેઠળ ગુનો નોંધી આરોપીને લોકઅપના હવાલે કર્યો.


