- ભાજપમાંથી રાજીનામુ આપો નહીતર ઉડાવી દઈશુ
- નીતિશ કુમારે પક્ષ બદલતા આરોપીને આવ્યો ગુસ્સો
- અન્ય ધારાસભ્યોને પણ બોમ્બથી ઉડાવાની આપી ધમકી
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપીની કર્ણાટકમાંથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીને ગઈકાલે રાત્રે પટના લાવવામાં આવ્યો હતો. અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે પક્ષ બદલ્યા બાદ આરોપીએ 30 જાન્યુઆરીએ બિહારના DGP આર.એસ.ભાટીને વોટસઅપ પર મેસેજ અને ઓડિયો ક્લિપ મોકલી હતી. DGPને મોકલવામાં આવેલા મેસેજ અને ઓડિયો ક્લિપમાં તેણે ધમકી આપી હતી કે, જો તેઓ ભાજપથી અલગ નહીં થાય તો CM નીતિશ કુમાર અને અન્ય ધારાસભ્યોને બોમ્બથી ઉડાવી દેશે
શુ કહયુ આરોપીએ
DGPને મેસેજ કરીને CM નીતીશ કુમારને ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું હતું કે, ‘મુખ્યમંત્રીને કહો કે તેઓ ભાજપમાંથી રાજીનામું આપે નહીંતર અમે તમને બોમ્બથી ઉડાવી દઈશું. તેમના ધારાસભ્યની પણ હત્યા કરવામાં આવશે, જેમ કે UPમાં થયું હતું. તપાસ બાદ ઇકોનોમિક ઓફેન્સ યુનિટે કર્ણાટકમાં દરોડા પાડીને આરોપીની ધરપકડ કરી છે .અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
લોકેશનના આધારે ઝડપાયો આરોપી
જે મોબાઈલ નંબર પરથી DGPને મેસેજ આવ્યો હતો તેની તપાસ કરવામાં આવી તો લોકેશન કર્ણાટકના દેવનાગીરી જિલ્લામાં હોવાનું જાણવા મળ્યું હતું. ઈઓયુની ટીમ આરોપીને શોધવા માટે દેવનાગીરી પહોંચી હતી. ધમકી આપનાર આરોપીનું નામ સોનુ છે, જેને EXPORT ORIENTED UNIT (EOU )એ કર્ણાટક પોલીસની મદદથી દેવનગીરીથી પકડયો હતો. આરોપી અહીંની એક એગ્રો ઇન્ડસ્ટ્રીઝ રાઇસ મિલમાં બોરી સ્ટીચિંગનું કામ કરે છે.
આવુ કરવા પાછળનુ કારણ શું
પૂછપરછ દરમિયાન તેણે કહ્યું કે, બિહારમાં વધતી બેરોજગારી અને ગરીબી માટે ત્યાંની સરકાર જવાબદાર છે. તેનો પરિવાર હસનપુર (સમસ્તીપુર)ના દયાનગરમાં રહે છે. સોનુએ કહ્યું કે, આટલી બધી ક્લિપ્સ મોકલ્યા પછી પણ બિહારમાં કોઈ હિલચાલ નથી થઈ.


