- અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદી પહોંચ્યા
- સીએમ પટેલ, અને સી.આર પાટીલે કર્યુ સ્વાગત
- વર્લ્ડ કપ મેચ જોવા પહોંચશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મુકાબલો ખેલાઇ રહ્યો છે. . જેના માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તમામ તૈયારીઓ અને સુરક્ષા વચ્ચે મેચ રમાઈ રહી છે. આ માટે ભારત વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે પ્રબળ દાવેદાર છે. વર્લ્ડકપમાં ભારતે સતત 10 મેચ જીતી છે. ફાઇનલ મેચ જોવા માટે 100થી વધુ વીવીઆઇપી મેચ જોવા માટે પહોંચી રહ્યા છે. આ મહામુકાબલાને જોવા માટે પીએમ મોદી પર અમદાવાદ આવી પહોંચ્યા છે.. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ દ્વારા એરપોર્ટ પર તેમનુ સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઓસ્ટ્રેલિયાના ડે.પીએમનું આગમન
તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ અને સંરક્ષણ મંત્રી રિચાર્ડ માર્લ્સ પણ અમદાવાદમાં આવી પહોંચ્યા છે. તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ મેચ નિહાળશે..
કોણે કોણે કર્યુ સ્વાગત ?
પીએમ મોદીનું આગમન થતા નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભા જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, એર માર્શલ નર્મદેશ્વર તિવારી, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, મેજર જનરલ એસ.એસ વિર્ક, ચીફ પ્રોટોકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી, કલેકટરપ્રવીણા ડી.કે. સહિતના વરિષ્ઠ અધિકારીઓએ અભિવાદન કરી તેમને આવકાર્યા હતા.


