- CAA પર રાજકીય ગરમાવો તેજ
- કેજરીવાલની ટિપ્પણી પર બીજેપી લાલઘૂમ
- મનોજ તિવારીએ કહ્યું કેજરીવાલ જુઠ્ઠાણા અને નફરત ફેલાવી રહ્યા છે
સીએએને લઇને વિપક્ષીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સતત નિવેદનબાજી કરવામાં આવી રહી છે. અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જી તથા રાહુલ ગાંધી પણ આ મામલે નિવેદનો આપીને ચર્ચામાં રહે છે. ત્યારે અરવિંદ કેજરીવાલના CAA પરના નિવેદનને લઇને અમિતશાહે વળતા પ્રહાર કર્યા છે. આ ઉપરાંત બીજેપી સાંસદ મનોજ તિવારીએ પણ કેજરીવાલને આડેહાથ લીધા હતા.
જુઠ્ઠાણા અને નફરત ફેલાવી રહ્યા છે- મનોજ તિવારી
સીએએ પર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ટિપ્પણી પર બીજેપી સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે સીએએનો વિરોધ કરીને, અરવિંદ કેજરીવાલે સાબિત કર્યું છે કે તે હિન્દુઓ, શીખ, ખ્રિસ્તીઓ, બૌદ્ધો, જૈન અને પારસીઓના મોટા દુશ્મન છે.. CAA કાયદાનો હેતુ નાગરિકતા આપવાનો છે પરંતુ અરવિંદ કેજરીવાલ જુઠ્ઠાણા અને નફરત ફેલાવી રહ્યા છે.તેમણે કહ્યં કે શરણાર્થીઓ તમારી જેમ રાજમહેલ નહી પણ પીએમ આવાસ યોજના હેઠળ ઘર મેળવવાનો અધિકાર તો મળશે.
કેજરીવાલ વોટબેંકની રાજનીતિ કરે છે- અમિતશાહ
દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે સીએએને લઇને આપેલા નિવેદન પર અમિત શાહે વળતો જવાબ આપતા જણાવ્યું કે કેજરીવાલને કદાચ ખબર નથી કે આ બધા લોકો ભારત આવ્યા છે, ભારતમાં રહી રહ્યા છે, તેમને માત્ર અધિકારો મળ્યા નથી. તેમને તે અધિકાર આપવો પડશે. આવી સ્થિતિમાં 2014 સુધી ભારતમાં આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા આપવી પડશે. જો કેજરીવાલને આટલી જ ચિંતા છે તો તે બાંગ્લાદેશી ઘૂસણખોરોની વાત કેમ નથી કરતા? રોહિંગ્યાઓ મુસ્લિમોનો વિરોધ કેમ નથી કરતા? તેઓ આમ કરતા નથી કારણ કે તેઓ વોટ બેંકની રાજનીતિ કરી રહ્યા છે.
શરણાર્થીઓના પરિવાર સાથે કેજરીવાલે ચા પીવી જોઇએ- અમિતશાહ
શાહે કહ્યું કે કેજરીવાલ 1947ના ભાગલાની પૃષ્ઠભૂમિ ભૂલી ગયા છે. કદાચ તેણે તે શરણાર્થીઓના પરિવારો સાથે ચા પીવી જોઈએ. તેઓ પોતાની અબજો રૂપિયાની સંપત્તિ પાછળ છોડીને ભારત આવ્યા અને દિલ્હીની દુકાનોમાં શાકભાજીની દુકાનો લગાવી. આ લોકોના મનમાં કોઈ સંવેદનશીલતા નથી. તેઓ સમજી શકતા નથી કે જો આ મહિલાઓની ગરિમા છીનવાઈ જાય અને ધર્મના આધારે અપમાન કરવામાં આવે. તેઓ શું કરશે? શું આપણે પણ તેમની વેદના નહીં સાંભળીએ? તેઓ પચાસ, સાઠ, એંશીના દાયકામાં આવ્યા અને આજે પણ તેમને નાગરિકતા મળી નથી. યોગ્ય નોકરી મળતી નથી. પોતાના નામે મિલકત ખરીદી શકતા નથી. તેઓ મત કેમઆપી શકતા નથી, કેમ ?


