- માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય છે અરવિંદ લાડાણી
- 2022માં જવાહર ચાવડાને અરવિંદ લાડાણીએ હરાવ્યા હતા
- છેલ્લા 3 દિવસથી ધારાસભ્યનો ફોન બંધ આવતો હતો
અરવિંદ લાડાણીએ રાજીનામું આપ્યુ છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં કોંગ્રેસ પાસે હવે માત્ર એક ધારાસભ્ય બચ્યા છે. અરવિંદ લાડાણી માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય છે. જેમાં 2022માં જવાહર ચાવડાને અરવિંદ લાડાણીએ હરાવ્યા હતા. જેમાં ચર્ચા છે કે અર્જૂન મોઢવાડીયા જૂથના આ ધારાસભ્ય છે.
જુનાગઢના MLA સંજય કોરડિયા પણ હાજર
જુનાગઢના MLA સંજય કોરડિયા પણ હાજર છે. જેમાં અધ્યક્ષના નિવાસ સ્થાને પહોંચી રાજીનામું આપ્યું છે. રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે મહેશ વસાવા ભાજપમાં જોડાશે. જેમાં મહેશ વસાવાએ ભાજપ પ્રમુખ સાથે બેઠક કરી છે. તેમાં મહેશ વસાવાની મારુતિસિંહ અટોદરિયા સાથે બેઠક થઇ છે. મનસુખ વસાવા પણ બેઠકમાં જોડાયા હતા. આગામી દિવસોમાં થનાર કાર્યક્રમ અંગે ચર્ચા થઇ છે. મહેશ વસાવા છોટુ વસાવાના પુત્ર અને BTP અધ્યક્ષ છે.
મોહન કુંડારિયાએ કંઈ પણ ન કહીને ઘણું બધું કહી દીધું
રાજકોટ લોકસભાની બેઠક પરથી બબ્બે વખત ચૂંટણી લડી જીત મેળવતા મોહન કુંડારિયાનું આ વખતે પત્તું કપાયું છે. તેમને લોકસભાની ટિકિટ મળી નથી, ત્યારે આજે કુંડારિયાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. આભાર વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે, જેમણે 9 વખત ભાજપમાંથી ચૂંટણી લડવાની તક આપી અને તેમાંથી 8 વખત જીત મેળવી. જોકે આ સમયે તેમને લોકસભાની ટિકિટ કપાવવા મુદ્દે કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી એ મા સમાન છે. નાનું બાળક રમકડા માટે રડતું હોય તો માતા રમકડું મોટા બાળક પાસેથી લઈ નાના બાળકને આપી દે છે. આ જ ભાજપની પ્રક્રિયા છે. આ રીતે કુંડારિયાએ કંઈ પણ ન કહીને ઘણું બધું કહી દીધું હતું.


