By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: આર્ય ક્લબ એન્ડ રિસોર્ટમાં IT વિભાગ ત્રાટક્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

આર્ય ક્લબ એન્ડ રિસોર્ટમાં IT વિભાગ ત્રાટક્યું

Editor
Last updated: 2026/01/28 at 4:10 PM
2 months ago
Share
આર્ય ક્લબ એન્ડ રિસોર્ટમાં IT વિભાગ ત્રાટક્યું
SHARE

અમદાવાદ, સુરત બાદ હવે રાજકોટમાં કાર્યવાહી

આર્ય ક્લબ એન્ડ રિસોર્ટમાં IT વિભાગ ત્રાટક્યું

હોટલ–રિસોર્ટ બિઝનેસની ઝીણવટ ભરી તપાસ : અમદાવાદ અને સુરતમાં ડાયમંડ–રિયલ એસ્ટેટ યુનિટ્સ પર ચાલતી કાર્યવાહી બાદ રાજકોટમાં સર્ચથી ઉદ્યોગપતિઓમાં સન્નાટો

અગ્ર ગુજરાત, રાજકોટ
નવા વર્ષની શરૂઆત સાથે જ ગુજરાતમાં આવકવેરા વિભાગે મોટા પાયે કાર્યવાહી શરૂ કરતાં ઉદ્યોગજગતમાં ખળભળાટ મચી ગયો છે. અમદાવાદ બાદ સુરત અને હવે રાજકોટમાં ઇન્કમટેક્સ વિભાગના દરોડાઓથી રાજ્યભરમાં હાઈપ્રોફાઈલ ઉદ્યોગપતિઓ અને બિઝનેસ હાઉસીસમાં ફફડાટનો માહોલ સર્જાયો છે. ડાયમંડ, રિયલ એસ્ટેટ, સ્કૂલ ટ્રસ્ટ અને હવે હોટલ–રિસોર્ટ બિઝનેસ સુધી IT વિભાગની રડાર પહોંચતા આ કાર્યવાહી ‘મેગા ઓપરેશન’ રૂપે સામે આવી રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, સુરતમાં જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરા અને ચુનીભાઈ ગજેરા સાથે સંકળાયેલા અનેક યુનિટ્સ પર આવકવેરા વિભાગ દ્વારા સર્ચ અને સર્વે હાથ ધરવામાં આવ્યો છે. ડાયમંડ અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા કુલ 30થી વધુ સ્થળો પર IT વિભાગની ટીમો દ્વારા એકસાથે તપાસ શરૂ કરાઈ હતી. સુરત ઉપરાંત મુંબઈમાં પણ IT વિભાગની ટીમો દ્વારા સંબંધિત સ્થળોએ સર્વે હાથ ધરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
સુરત શહેરના કતારગામ, પીપલોદ અને વરાછા જેવા મહત્વપૂર્ણ વિસ્તારોમાં આવેલી ડાયમંડ ઓફિસો, રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં IT વિભાગની ટીમોએ દસ્તાવેજોની ઝીણવટપૂર્વક તપાસ શરૂ કરી છે. સ્કૂલ ટ્રસ્ટ, ડાયમંડ યુનિટ્સ અને રિયલ એસ્ટેટ ઓફિસોમાં ચાલી રહેલી તપાસને કારણે સુરતના ઉદ્યોગજગતમાં ભારે ચકચાર જોવા મળી રહી છે.
આ વચ્ચે આજ વહેલી સવારથી રાજકોટમાં પણ આવકવેરા વિભાગે એન્ટ્રી કરતાં સ્થાનિક બિઝનેસ સેક્ટરમાં ખળભળાટ મચી ગયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાજકોટના કાલાવડ રોડ પર આવેલા આર્ય રિસોર્ટ એન્ડ ક્લબમાં આજે વહેલી સવારથી IT વિભાગની ટીમ દ્વારા નાણાકીય વ્યવહારોની તપાસ શરૂ કરવામાં આવી છે. વહેલી સવારે અધિકારીઓની ટીમ રિસોર્ટ પર પહોંચી હતી અને રિસોર્ટના હિસાબ–કિતાબ તેમજ વિવિધ સેવાઓ સાથે સંકળાયેલા દસ્તાવેજોની તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજકોટમાં ચાલી રહેલી આ કાર્યવાહીથી શહેરભરના હોટલ અને રિસોર્ટ સંચાલકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે. કારણ કે અમદાવાદ અને સુરતમાં રિયલ એસ્ટેટ તથા ડાયમંડ ક્ષેત્ર બાદ હવે હોટલ–હોસ્પિટાલિટી સેક્ટર IT વિભાગના નિશાન પર હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. જાણકારોના મત મુજબ, સર્વિસ સેક્ટરમાં થતી આવક અને તેના પર ભરવામાં આવતા ટેક્સ અંગે લાંબા સમયથી IT વિભાગ પાસે ચોક્કસ માહિતી હોવા છતાં હવે સીધી મેદાનમાં ઉતરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આર્યા રિસોર્ટ એન્ડ ક્લબ રાજકોટના હાર્દિક સમાન કાલાવડ રોડ વિસ્તારમાં અંદાજે 1.5 લાખ સ્ક્વેર ફીટના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. અહીં હોટલ રૂમ્સ, રેસ્ટોરન્ટ, સ્વિમિંગ પૂલ, જીમ, વર્કઆઉટ ઝોન અને અન્ય અનેક લક્ઝરી સુવિધાઓ ઉપલબ્ધ છે. આવકવેરા વિભાગ દ્વારા રિસોર્ટમાં ઉપલબ્ધ વિવિધ સેવાઓ બદલ કેટલો ચાર્જ લેવામાં આવે છે અને તેના અનુરૂપ કેટલો ટેક્સ ભરવામાં આવ્યો છે, તેની વિગતવાર ચકાસણી કરવામાં આવી રહી હોવાનું સૂત્રો જણાવે છે.
મોટાભાગે હોટલ અને રિસોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા કેટલાક સંચાલકો દ્વારા સર્વિસ સેક્ટરની આવકને ઓછું બતાવી અથવા કેટલાક બિલ્સ છુપાવી કરચોરી કરવામાં આવતી હોવાની શંકા IT વિભાગને લાંબા સમયથી હતી. આ દિશામાં રાજકોટમાં શરૂ થયેલી તપાસને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. વહેલી સવારથી અધિકારીઓ દ્વારા રેસ્ટોરન્ટના બિલ, હોટલ રૂમ બુકિંગ રેકોર્ડ, ડિજિટલ ટ્રાન્ઝેક્શન, કેશ ફ્લો, GST સંબંધિત દસ્તાવેજો તેમજ અન્ય ફિઝિકલ ફાઈલોની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
સૂત્રો મુજબ, IT વિભાગ દ્વારા ડિજિટલ ડેટા, કમ્પ્યુટર સિસ્ટમ, સર્વર અને એકાઉન્ટિંગ સોફ્ટવેરમાંથી માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. ખાસ કરીને રિસોર્ટમાં આયોજિત પાર્ટી, ઇવેન્ટ, મેમ્બરશીપ ફી અને અન્ય પ્રીમિયમ સેવાઓમાંથી થતી આવક અંગે તપાસનું ફોકસ હોવાનું માનવામાં આવે છે.
અમદાવાદમાં તાજેતરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ચાલેલી IT કાર્યવાહી બાદ હવે સુરત અને રાજકોટમાં એકસાથે અલગ–અલગ સેક્ટરોને ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. આવકવેરા વિભાગ નવા વર્ષના પ્રારંભથી જ ‘એક્શન મોડ’માં હોવાની ચર્ચા ઉદ્યોગવર્તુળોમાં ચાલી રહી છે. ખાસ કરીને હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન, કેશ ડીલિંગ અને ટેક્સ રિટર્નમાં દર્શાવેલી આવક વચ્ચેના તફાવત પર IT વિભાગની નજર હોવાનું માનવામાં આવે છે.
રાજકોટમાં આર્ય રિસોર્ટ ખાતે ચાલી રહેલી તપાસને પગલે શહેરના અન્ય હોટલ, રિસોર્ટ અને ક્લબ સંચાલકોમાં પણ સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘણા સંચાલકો પોતાના એકાઉન્ટ્સ અને દસ્તાવેજો અપડેટ કરવામાં લાગી ગયા હોવાની ચર્ચા પણ ઉઠી રહી છે.
હાલ સુરત, મુંબઈ અને રાજકોટમાં ચાલી રહેલી આ કાર્યવાહી અંગે આવકવેરા વિભાગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. જોકે સૂત્રોનું કહેવું છે કે તપાસ હજુ પ્રારંભિક તબક્કામાં છે અને આવનારા દિવસોમાં વધુ સ્થળોએ IT વિભાગની કાર્યવાહી જોવા મળી શકે છે.
આ સમગ્ર મેગા ઓપરેશન બાદ ડાયમંડ, રિયલ એસ્ટેટ, શિક્ષણ અને હોટલ–હોસ્પિટાલિટી સેક્ટરમાં શું મોટા ખુલાસા થાય છે અને કેટલો કરચોરીનો આંકડો બહાર આવે છે, તે અંગે રાજ્યભરની નજર આવકવેરા વિભાગની કાર્યવાહી પર મંડાઈ છે.

 

You Might Also Like

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ

રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાયલાના સુદામડામાં KGF સ્ટાઈલથી થતી ખનીજ ચોરી
સુરેન્દ્રનગર

સાયલાના સુદામડામાં KGF સ્ટાઈલથી થતી ખનીજ ચોરી

Editor By Editor 5 days ago
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
 આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃ ખોડલધામ મંદિરે ધામધૂમથી ઉજવાશે
જેતપુરમાં વીજતાર તૂટી પડતા ખેડૂતની મોટર અને નીલગીરીના બગીચામાં આગ
 રાજ્યમાં UCCની તૈયારીઓ, સમિતિએ CMને રિપોર્ટ સોંપ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?