– વિશ્વ બજારમાં સોનુ ગબડી નીચામાં ૧૯૦૮ ડોલર સુધી ઉતર્યું
– ક્રૂડતેલમાં ઉછાળો પચાવી ભાવમાં વધ્યા મથાળે સાંકડી વધઘટ
Updated: Oct 17th, 2023
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ વધતા અટકી વિશ્વ બજાર પાછળ પ્રત્યાઘાતી ઝડડપી તૂટી ગયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૧૯૩૨થી ૧૯૩૩ વાળા આજે નીચામાં ૧૯૦૮થી ૧૯૦૯ થઊ ૧૯૧૭થી ૧૯૧૮ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૨૨.૭૨થી ૨૨.૭૩ વાળા નીચામાં ૨૨.૪૭ થઈ ૨૨.૫૯થી ૨૨.૬૦ ડોલર રહ્યા હતા.
વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં દેશની કૃષી બજારોમાં આજે ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવ ઝડપી નીચા ઉતરતા જોવા મળ્યા હતા. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૪૦૦ ગબડી ૯૯.૫૦ના ભાવ રૂ.૬૧૧૦૦ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૬૧૩૦૦ રહ્યા હતા.
અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોદીઠ રૂ.૫૦૦ ઘટી રૂ.૭૨૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનામાં ઉછાળે ફંડોનું સેલીંગ વધ્યું હતું. વૈશ્વિક ક્રૂડતેલના ભાવ આજે વધતાં અટકી ઉંચા મથાલે સાંકડી બેતરફી વધઘટે અથડાતા રહ્યા હતા. દરમિયાન, પ્લેટીમના ભાવ ઔંશદીઠ ૮૮૪થી ૮૮૫ વાળા નીચામાં ૮૭૭ થઈ ૮૭૮થી ૮૭૯ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ઔંશદીઠ ૧૧૫૦થી ૧૧૫૧ વાળા આજે નીચામાં ૧૧૩૦ થઈ ૧૧૩૪થી ૧૧૩૫ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ જોકે ૦.૩૯ ટકા પ્લસમાં રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૫૯૩૦૫ વાલઆ ૫૮૮૦૧ તી રૂ.૫૮૮૮૫ રહ્યા હતા. જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૫૯૫૫૫ વાળા રૂ.૫૯૦૩૭ થઈ રૂ.૫૯૧૨૧ રહ્યા હતા. મુંબઈમાં ચાંદીના ભાવ આજે જીએસટી વગર રૂ.૭૧૧૫૦ વાળા રૂ.૭૦૫૭૨ થઈ રૂ.૭૦૮૭૯ રહ્યા હતા.
મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ જોકે આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ બેરલદીઠ બ્રેન્ટક્રૂડના ૯૧.૨૦ તથા ૯૦.૦૬ ડોલર વચ્ચે અથડાઈ ભાવ ૯૦.૭૬ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૮૬.૯૭ તથા ૮૭.૯૮ ડોલર વચ્ચે અથડાઈ ભાવ ૮૭.૭૨ ડોલર રહ્યાના નિર્દેશો હતા.