- આત્મકથામાં ઇસરોમાં અનુભવેલ પડકારોનો ઉલ્લેખ કર્યો
- ઉતાવળા નિર્ણયોને કારણે ચંદ્રયાન-2 નિષ્ફળ થયું
- મને ઇસરો ચીફ નહોતા બનવા દેવા માંગતા સિવન
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના અધ્યક્ષ એસ. સોમનાથે શનિવારે કહ્યું કે તેઓએ પોતાની આત્મકથા પ્રકાશિત ન કરવાનો નિર્ણય લીધો છે. ઈસરોના વડાની આત્મકથામાં તેમના પુરોગામી કે. સિવનને લઈને કેટલીક ટીકાત્મક ટિપ્પણીઓને લીધે વિવાદ થતાં સોમનાથે આ નિવેદન આપ્યું છે.
સોમનાથે કહ્યું કે તેમણે તેમની આત્મકથા ‘નિલાવુ કુડીચા સિંહંગલ’ પ્રકાશિત ન કરવાનો નિર્ણય લીધો છે જેમાં તેણે સ્પેસ એજન્સીમાં દાયકાઓ સુધીની સફર દરમિયાન સામનો કરેલા કેટલાક પડકારોનો ઉલ્લેખ છે.
મહત્વનું છે કે, ઇસરો પ્રમુખ ડૉ. એસ. સોમનાથે પૂર્વ ઇસરો ચીફ કે. સિવન પર આરોપ લગાવ્યો છે. સોમનાથનું કહેવું છે કે સિવને તેમના ઇસરો ચીફ બનવામાં અડચણો ઊભી કરી હતી. સિવન નહોતા ઇચ્છતા કે તેઓ ઇસરો ચીફ બને. આ આરોપ સોમનાથે તેમના જીવન પર આધારિત પુસ્તક ‘નિલાવુ કુડિચા સિંહંગલ’ (Nilavu Kudicha Simhangal)માં લગાવ્યો હતો.
જ્યારે આ અંગે સોમનાથ સાથે વાત વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે કોઈપણ સંસ્થામાં સર્વોચ્ચ પદ પર પહોંચતી વખતે દરેક વ્યક્તિને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અનેક પડકારો પાર કરવા પડે છે. તેમને પણ આવી જ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. તેમણે જણાવ્યું છે કે મેં મારા જીવનમાં આવેલા પડકારો વિશે લખ્યું છે. કોઈના વિશે અંગત ટિપ્પણી કરી નથી. તે કોઈ એક વ્યક્તિના વિરોધમાં નથી.
કોઈપણ ઊંચા પદ માટે ઘણા લોકો યોગ્ય હોય છે. હું માત્ર આ મુદ્દો ઉઠાવી રહ્યો હતો. મેં કોઈ એક વ્યક્તિ પર નિશાન સાધ્યું નથી. જો કે સોમનાથે એ પણ જણાવ્યું કે કેવી રીતે ચંદ્રયાન-2 નિષ્ફળ ગયું. સોમનાથે કહ્યું કે ચંદ્રયાન-2 મિશન ઉતાવળ કરવાના કારણે નિષ્ફળ ગયું. કારણ કે તેના પર જેટલા ટેસ્ટ થવા જોઈતા હતા તે બધા થયા નથી.
સોમનાથે કહ્યું કે તેમના પુસ્તકમાં ચંદ્રયાન-2ની નિષ્ફળતાનું સાચું કારણ જણાવ્યું છે. પુસ્તકમાં સોમનાથે લખ્યું છે કે ચંદ્રયાન-2ની નિષ્ફળતાની જાહેરાત કરતી વખતે જે ભૂલો થઈ હતી તે છુપાવવામાં આવી હતી. સોમનાથ માને છે કે જે કંઈ થઈ રહ્યું છે તે જ રીતે કહેવું જોઈએ. સત્ય લોકો સમક્ષ આવવું જોઈએ. આનાથી સંસ્થામાં પારદર્શિતા આવે છે. એટલા માટે પુસ્તકમાં ચંદ્રયાન-2ની નિષ્ફળતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
લોકોને પ્રેરણા આપવા માટે આ આત્મકથા લખવામાં આવી છે. જેથી લોકો તેમના પડકારો સામે લડીને આગળ વધવાની પ્રેરણા લઈ શકે. આ પુસ્તક કોઈની ટીકા કરવા માટે લખવામાં આવ્યું નથી. તેમજ એવો કોઈ ઈરાદો પણ નથી. આ પુસ્તક ટૂંક સમયમાં બજારમાં આવશે.