- લોકસભાની ચૂંટણીને લઇને તૈયારીઓનો ધમધમાટ
- બીજેપીએ સંકલ્પ પત્ર સૂચન અભિયાનની કરી શરૂઆત
- વિકસિત ભારત, મોદીની ગેરંટી રથને પણ પ્રસ્થાન કરાવ્યો
દેશમાં આ વર્ષે લોકસભાની ચૂંટણી આવી રહી છે. આવતા મહિને તારીખ જાહેર થાય તેવી શક્યતા છે જેને લઇને રાજકીય પાર્ટીઓએ પ્રચાર પ્રસાર તેજ કરવા કમર કસી છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ આજે સંકલ્પ પત્ર સૂચન અભિયાનની શરૂઆત કરી છે. આ ઉપરાંત વિકસિત ભારત,મોદીની ગેરંટી રથને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કર્યો હતો.
બીજેપી સંકલ્પ સમિતિની મળી બેઠક
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે બીજેપી સંકલ્પ સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે આપણે બધા જાણીએ છીએ કે આજે ‘વિકસિત ભારત-મોદીની ગેરંટી’ વિષય પર દેશભરમાં વીડિયો વાન દ્વારા 2024ની ચૂંટણીમાં આગામી પાંચ વર્ષ માટે જે લક્ષ્ય રાખવામાં આવ્યો છે તે માટે દેશની જનતાના આશીર્વાદ સાથે સૂચનો લેવાનું નક્કી કર્યું છે.
વિકસિત ભારત તરફ એક વિશાળ છલાંગ
તેમણે કહ્યું કે વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત, વિશ્વ-મૈત્રીપૂર્ણ ભારતના સપના જે 2014માં અકલ્પનીય હતા તે આજે મોદીજીના નેતૃત્વમાં સાકાર થઈ રહ્યા છે અને હવે ભારત આ અમૃતકાળમાં વિકસિત ભારત તરફ લાંબી છલાંગ લગાવવા માટે તૈયાર છે.
15 માર્ચ સુધીમાં પૂર્ણ કામગીરી કરવામાં આવશે
તેમણે વધુમાં જણાવ્યું કે ભાજપે નક્કી કર્યુ છે કે દેશના તમામ લોકસભઆ ક્ષેત્રોમાં વીડિયો વેનના માધ્યમથી વિકસિત ભારતની કલ્પના સાથે પીએમ મોદી દ્વારા કરવામાં આવેલા કાર્યો અને આત્મનિર્ભર ભારત માટે આ અમૃતકાળમાં થઇ રહેલા કાર્યોથી સંબંધિત તમામ બાબતોને ભારતની જનતા સમક્ષ મૂકશે. આ સાથે અમે સંકલ્પ પત્ર માટે સૂચન માગવાનું કાર્ય પણ અમે 15 માર્ચ સુધી પૂરા કરીશું.


