By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Sport: મેસ્સીના સારા પ્રદર્શન છતાં અલ-અહલીએ ઇન્ટર મિયામીને બરાબરી પર અટકાવ્યું
    Sport: મેસ્સીના સારા પ્રદર્શન છતાં અલ-અહલીએ ઇન્ટર મિયામીને બરાબરી પર અટકાવ્યું
    49 minutes ago
    Sport: વિમ્બલડનની ઇનામી રકમ વધારીને 53.5 મિલિયન પાઉન્ડ કરાઇ
    Sport: વિમ્બલડનની ઇનામી રકમ વધારીને 53.5 મિલિયન પાઉન્ડ કરાઇ
    2 hours ago
    Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
    Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
    3 hours ago
    UTT Season6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને 8-4થી હરાવીને પ્રથમવાર બની ચેમ્પિયન
    UTT Season6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને 8-4થી હરાવીને પ્રથમવાર બની ચેમ્પિયન
    4 hours ago
    Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
    Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: કડકડતી ઠંડીમાં આપણે ઘરમાં હિટર ચાલુ કરીએ છીએ ત્યારે શહેરમાં ૧૪૦૦થી વધુ નિરાશ્રીતો ફૂટપાથ પર સૂવે છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટસિટી અપડૅટ

કડકડતી ઠંડીમાં આપણે ઘરમાં હિટર ચાલુ કરીએ છીએ ત્યારે શહેરમાં ૧૪૦૦થી વધુ નિરાશ્રીતો ફૂટપાથ પર સૂવે છે

agragujaratnews
Last updated: 2023/12/01 at 4:33 PM
2 years ago
Share
કડકડતી ઠંડીમાં આપણે ઘરમાં હિટર ચાલુ કરીએ છીએ ત્યારે શહેરમાં ૧૪૦૦થી વધુ નિરાશ્રીતો ફૂટપાથ પર સૂવે છે
SHARE

રેસકોર્સ, એસ.ટી, રેલવે, શાસ્ત્રીમેદાન, જંકશન સહિતના વિસ્તારોમાં ફૂટપાથવાસીઓનો મનપાનો સર્વે

મનપાએ બનાવેલા રેનબસેરા, નાઇટ સોલ્ટર અડધો અડધ ખાલી, ફૂટપાથવાસીઓને ત્યાં ખસેડવામા નહીં આવે તો હાડથીજાવતી ઠંડીની લપેટમાં આવી શકે

અમુક હાઇફાઇ સોસાયટીમાં કરોડો રૂપિયાના બંગલાની સામે તણાઇ ગયા છે ઝૂપડા-દંગાના ડેરા તંબુ

અગ્ર ગુજરાત, રાજકોટ

Contents
રેસકોર્સ, એસ.ટી, રેલવે, શાસ્ત્રીમેદાન, જંકશન સહિતના વિસ્તારોમાં ફૂટપાથવાસીઓનો મનપાનો સર્વેમનપાએ બનાવેલા રેનબસેરા, નાઇટ સોલ્ટર અડધો અડધ ખાલી, ફૂટપાથવાસીઓને ત્યાં ખસેડવામા નહીં આવે તો હાડથીજાવતી ઠંડીની લપેટમાં આવી શકેઅમુક હાઇફાઇ સોસાયટીમાં કરોડો રૂપિયાના બંગલાની સામે તણાઇ ગયા છે ઝૂપડા-દંગાના ડેરા તંબુશું આનંદ પટેલ અને નયનાબેન પેઢડિયા પૂર્વ કમિશનર-મેયરની જેમ રાત્રે ડ્રાઇવમાં નીકળશે?દેવીપૂજકોને છેક ચોટિલા સુધી મુકી આવવા છતા ૧૨ કલાકમાં જ ફરી રેસકોર્સમાં ધામા!રાજકોટને ભિક્ષુકમુક્ત કરવા મેયર પૂર્વ મેયર ડો.ડવે 3 વર્ષ પહેલા લીધેલો સંકલ્પ પણ ‘ઠુઠવાઇ’ ગયોઆજે બપોરે ૪ વાગ્યે રેનબસેરા અંગે બેઠક

શિયાળાની કડકડતી ઠંડીમાં આખુ ઘર હક્કડેઠઠ્ઠ બંધ કરી દીધા બાદ ઠંડીમાં ધ્રુજતા અમીર લોકો ઘરમાં ગરમાવો લાવવા એક બાજુ હિટર ચલાવે છે. ત્યારે સમાજમાં બીજો એક વર્ગ એવો છે કે ઘરનું નાનકડુ ઝુપડું પણ નસીબ નથી હોતું. રાજકોટમાં આવા અંદાજે ૧૪૦૦થી વધુ લોકો શહેરની જુદી-જુદી ફૂટપાથો, એસટી, રેલવે સ્ટેશન કે એવી સરકારી જગ્યાઓની ઓથે નાના બાળકો સાથે કડકડતી ઠંડીમાં સુવે છે.  તેવો મનપાનો અગાઉનો સર્વે છે. જો કે આવા ફૂટપાથવાસીઓને રેઇન બસેરા(નાઇટ સોલ્ટર)માં રહેવાની ફરજ પાડવામા મહાનગરપાલિકા નિષ્ફળ નીવડે છે.

રાજકોટ મનપાએ બેડીપરા, જંગલેશ્વર, મરચાપીઠ સહિતની જગ્યાએ તેમજ ભોમેશ્વરમાં ડોરમેટરી નાઇટ શેલ્ટર પણ બનાવ્યા છે. જે લોકો પાસે રહેવા ઘર અને છત નથી તેવા ફૂટપાથવાસીઓ માટે સુવા માટે બેડ, લાઇટ, પાણી, અન્નક્ષેત્ર ચલાવતી સંસ્થાઓની મદદથી ભોજન સહિતની સુવિધા આપવામા આવે છે. આટલી સુવિધાસભર નાઇટ શેલ્ટર અને રેઇન બસેરા હોવા છતાં મોટાભાગે ખાલીખમ પડેલા છે. અને બીજીબાજુ મનપાના જ છેલ્લા થયેલા સર્વે મુજબ ૧૪૦૦થી વધુ ભિક્ષુક સહિતના લોકો ફૂટપાથ પર જ સુએ છે.

કડકડતી ઠંડી શરૂ થાય ત્યાંરે દર વર્ષે એવા બનાવ બનતા જ હોય છે કે, ઠંડીની ઝપટમાં આવીને મૃત્યુ પામ્યા હોય. છેલ્લાં ત્રણ દિવસથી હાડથીજાવતી ઠંડીનું મોજુ ફરી રહ્યુ છે. અને હજુ તો આગામી દિવસોમાં દિવસે પણ થાબડા ઓઠવા પડે તેવી કડકડતી ઠંડી પડવાની આગાહી છે. આવા સંજોગોમાં ફૂટપાથવાસીઓને નાઇટ શેલ્ટરમાં જવાની ફરજ પાડવી જોઇએ.

ખાસ કરીને રેસકોર્સમાં ફૂગ્ગા વેચીને સંકુલમાં જ પડ્યા પાથર્યા રહેનારાઓને ગમે તેટલી વખત ત્યાંથી હટાવવા છતા ૨૪ કલાકમાં જ ફરી ત્યાં આવીને ધામા નાંખી દે છે. અહીં ભિક્ષુકો કે ફૂટપાથવાસીઓ સામે કોઇ વાંધો ન હોય શકે પરંતુ તેનાથી શહેરના હજારો લોકોને ન્યૂસન્સનો સામનો કરવો પડે છે તેવી વ્યાપક ફરિયાદો પણ ઉઠી રહી છે. અમુક જગ્યાએ તો કરોડો રૂપિયાના બંગલાની સામે ઝૂપડા-દંગા બનાવીને દેવીપૂજકો અથવા તો ભિક્ષુકોના ડેરા તંબુ તણાઇ જાય છે.

 

 

શું આનંદ પટેલ અને નયનાબેન પેઢડિયા પૂર્વ કમિશનર-મેયરની જેમ રાત્રે ડ્રાઇવમાં નીકળશે?

ભૂતકાળમાં પુર્વ મ્યુનિ. કમિશનર આરતી કંવર, ડો.દિનેશ બ્રહ્મભટ્ટ અને પુર્વ મેયર જનકભાઇ કોટક ખુદ જાતે જ રાત્રે કડકડતી ઠંડીમાં નીકળી પડતા હતા અને ફૂટપાથવાસીઓને રેઇન બસેરામાં સ્થળાંતર થવાની ફરજ પાડતા હતા. વર્તમાન મેયર નયનાબેન પેઢડિયા અને મ્યુ.કમિશનર આનંદ પટેલ પણ પ્રયાસ કરવા જોઇએ. પરંતુ આ બધાને રેઇન બસેરામાં રહેવાની ટેવ પાડવા મનપા માટે મોટો પડકાર છે.

 

 

દેવીપૂજકોને છેક ચોટિલા સુધી મુકી આવવા છતા ૧૨ કલાકમાં જ ફરી રેસકોર્સમાં ધામા!

આ અગાઉ રેસકોર્સમાં જ પડયા પાથર્યા રહેતા ફગ્ગાવાળા દેવીપુજકોનું ન્યૂસન્સ વધતા મનપાએ ખાસ ડ્રાઇવ ચલાવી હતી. સતત દિવસો સુધી ચેકિંગ કરીને રેસકોર્સમાંથી હટાવ્યા હતા. એક વખત તો બધાને એક ટ્રકમાં ભરીને છેક ચોટિલા સુધી મુકી આવવમા આવ્યા હતા. પરંતુ ૧૨ કલાકમાં જ પરત રેસકોર્સમાં ધામા નાંખી દીધા હતા.

 

રાજકોટને ભિક્ષુકમુક્ત કરવા મેયર પૂર્વ મેયર ડો.ડવે 3 વર્ષ પહેલા લીધેલો સંકલ્પ પણ ‘ઠુઠવાઇ’ ગયો

રાજકોટના રેસકોર્સ રિંગરોડ, એસ.ટી., રેલવે ઉપરાંત હરવા ફરવાના અન્ય જાહેર સ્થળોએ પડ્યા પાથર્યા રહેતા ભિક્ષકો અને દેવીપુજકો દ્વારા ન્યૂસન્સ ફેલાવવામા આવતુ હોવાની ફરિયાદ મેયર ડો.પ્રદીપ ડવ જ્યારે ખુરશી સંભાળી હતી ત્યાંરે મળી હતી. એ વખતે મ્યુનિ. કમિશનર અમિત અરોરા સહિતના અધિકારીઓ અને વીજીલન્સ પોલીસ સાથે રેસકોર્સ રિંગરોડ પર કાફલો ત્રાટક્યો હતો. દરમિયાન પૂર્વ મેયર ડો.ડવે કહ્યુ હતુ કે, આવતા ૧૦૦ દિવસમાં રાજકોટને માર્ગો પરથી ભિક્ષુકમુક્ત બનાવવાનો સંકલ્પ છે. તમામને રેઇન બસેરામાં આસરો આપવામા આવશે. જો કે આ વાતને ત્રણ વર્ષથી વધુ સમય વીતી ગયો છતા કમનસીબીરૂપ ૧૪૭૫થી વધુ ભિક્ષુકો-નિરાશ્રિતો ફૂટપાથ અને ખુલ્લામાં આશ્રય લે છે.

આજે બપોરે ૪ વાગ્યે રેનબસેરા અંગે બેઠક

રાજકોટ મ્યુ.કમિશનર આનંદ પટેલના જણાવ્યા મુજબ આગામી કાતિલ ઠંડીના દિવસોમાં ગરીબો અને ભીક્ષુકો જાહેરમાં ફૂટપાથ પર ન સુવે અને તેમની કાળજી લેવાય તે માટે રેનબસેરામાં તમામ વ્યવસ્થા કરવા અને તેમને ત્યાં ખસેડવા માટે ખાસ બેઠકનું આયોજન કરવામા આવ્યું છે. જેમાં મનપા સંબંધીત અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

You Might Also Like

મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા

પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા

રાજકોટમાં રવિવારે સાથી 3.O કાર રેલી યોજાશે

વિઝનરી લીડર અને અદ્ભુત મેનેજમેન્ટ નિષ્ણાત ક્રાઈસ્ટ કોલેજ કેમ્પસના ડૉ. ફાધર જોમોન થોમ્માનાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ

ક્રાઇસ્ટ કોલેજ રાજકોટ ખાતે જી.એસ.બી.ટી.એમ માટે 12 દિવસની રાજ્યસ્તરીય વર્કશોપ યોજાઈ.

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Kenya Bus Accident: બસ ખીણમાં પડવાથી 5 ભારતીયોના મોત, 27 ઘાયલ
આંતરરાષ્ટ્રીય

Kenya Bus Accident: બસ ખીણમાં પડવાથી 5 ભારતીયોના મોત, 27 ઘાયલ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 4 days ago
WTC 2025 Final: પેટ કમિન્સે કરી મોટી માગ, ઈચ્છે છે મોટો ફેરફાર
TNPL 2025: બેટરે બેટના કટકા કરી નાખ્યા ત્યાં સુધી રન માર્યા,જુઓ Video
પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા
રાજકોટના ‘વિકાસ પુરૂષ’ની અલવિદા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?