ફેમસ સિંગર આશા ભોંસલેની પૌત્રી જનાઈ ભોંસલેએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ઘણી તસવીરો શેર કરી છે, જેમાં ઘણા સ્ટાર્સ જોવા મળી રહ્યા છે. તાજેતરમાં જ, જનાઈ 23 વર્ષની થઈ અને આ ફોટા તેના બર્થડે સેલિબ્રેશનના છે.
આ તસવીરોમાં જેકી શ્રોફ અને આશા ભોંસલે સહિત અનેક ફેમસ સેલિબ્રિટીઓ જોવા મળે છે. પરંતુ આ તસવીરો જોયા પછી સોશિયલ મીડિયા પર ફેન્સ વચ્ચે ચર્ચા શરૂ થઈ ગઈ છે.
આ પાર્ટીમાં ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયર અને મોહમ્મદ સિરાજ પણ હાજર હતા અને એક ફોટામાં, જનાઈ મોહમ્મદ સિરાજ સાથે હસતી જોવા મળે છે. આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને તેમના ડેટિંગની ચર્ચાઓ શરુ થઈ.
જનાઈએ શેર કરી ઘણી તસવીરો
જનાઈ દ્વારા શેર કરાયેલી પહેલી તસવીરમાં તે પોતાના જન્મદિવસનો કેક કાપતી જોવા મળે છે. આ ફોટામાં તેમની સાથે બોલીવુડ એક્ટર જેકી શ્રોફ અને આશા ભોંસલે પણ હાજર છે. બીજા ફોટામાં, તે અને ક્રિકેટર મોહમ્મદ સિરાજ એક સાથે હસતાં અને આનંદ માણતા જોઈ શકાય છે.
આ ફોટામાં, જનાઈ અને સિરાજ એકબીજા સામે હસતા જોવા મળે છે. આ ફોટામાં જનાઈ જેટલી સુંદર દેખાય છે, તેટલો જ સિરાજ પણ બ્લેક શર્ટમાં ડેશિંગ લાગે છે. હવે આ ફોટો જોઈને ફેન્સે અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.
ફેન્સે આપી આવી પ્રતિક્રિયા
તેના આ ફોટા પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું છે કે શું તમે સિરાજ ભાઈજાન સાથે લગ્ન કરવા જઈ રહ્યા છો? તો અન્ય યુઝરે લખ્યું છે કે શું આ ભાભીજી છે? આ સિવાય ઘણાં યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે કે ‘ભાભી જી’.
જનાઈ એક્ટિંગમાં અજમાવસે હાથ
તમને જણાવી દઈએ કે આશા તાઈની જેમ તેમની પૌત્રી પણ ખૂબ જ ટૂંક સમયમાં બોલીવુડમાં જોડાવા જઈ રહી છે. જનાઈ પોતાનું ફિલ્મી કરિયર શરૂ કરવા જઈ રહી છે. તે છત્રપતિ શિવાજી મહારાજ પર આધારિત ફિલ્મમાં કામ કરશે. આ ફિલ્મમાં તે છત્રપતિ શિવાજી મહારાજની પત્નીની ભૂમિકા ભજવતી જોવા મળશે.


