ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે બ્રિસ્બેનના ગાબા ખાતે પિન્ક બોલથી રમાયેલી એશિઝ 2025ની બીજી મેચ સિરિઝની એકમાત્ર ડે-નાઇટ મેચ હતી.ઓસ્ટ્રેલિયાએ આ મેચ એકતરફી રીતે જીતીને સીરિઝમાં 2-0ની લીડ મેળવી હતી.ઓસ્ટ્રેલિયાએ ફક્ત ચાર દિવસમાં મેચ જીતી લીધી હતી.ઓસ્ટ્રેલિયાએ પર્થમાં પ્રથમ ટેસ્ટમાં પણ ઇંગ્લેન્ડને આઠ વિકેટથી હરાવ્યું હતું.
ડે-નાઇટ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો શાનદાર વિજય
પાછલી મેચની જેમ, ઓસ્ટ્રેલિયાએ આઠ વિકેટથી જીત મેળવી હતી.ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ફક્ત 65 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે યજમાન ટીમે બે વિકેટ ગુમાવીને પ્રાપ્ત કર્યો હતો. મિશેલ સ્ટાર્ક ઓસ્ટ્રેલિયાની જીતનો હીરો રહ્યો હતો, તેણે મેચમાં આઠ વિકેટ લીધી હતી. પ્રથમ ઇનિંગમાં, ઓસ્ટ્રેલિયાના બધા બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચ્યા,ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
જો રૂટની સદી વ્યર્થ ગઈ
ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. જોકે, જો રૂટ અને જેક ક્રોલી સિવાય અન્ય કોઈ બેટ્સમેન પ્રદર્શન કરી શક્યો નહીં.જેક ક્રોલીએ 76રન બનાવીને ટીમને મજબૂત શરૂઆત અપાવી.જો રૂટે 206 બોલમાં 138 રનની યાદગાર ઇનિંગ રમી જે ઓસ્ટ્રેલિયામાં તેની પ્રથમ ટેસ્ટ સદી હતી.ઇંગ્લેન્ડે પોતાની પહેલી ઇનિંગમાં 334રન બનાવ્યા.જવાબમાં ઓસ્ટ્રેલિયાએ જોરદાર બેટિંગ કરી.511 રન બનાવ્યા.જેક વેધરલ્ડે સૌથી વધુ 72 રન બનાવ્યા.મિશેલ સ્ટાર્કે પણ 71 રનની જોરદાર ઇનિંગ રમી. સ્ટીવ સ્મિથે પણ 61 રનનું યોગદાન આપ્યું, અને માર્નસ લાબુશેને ૬૫ રનનું યોગદાન આપ્યું.
ઇંગ્લેન્ડનો બીજી ઇનિંગમાં નિષ્ફળ
177 રનથી પાછળ રહ્યા બાદ, ઇંગ્લેન્ડ બીજી ઇનિંગમાં રન કરવામાં નિષ્ફળ ગયું.તેઓ 241 રનમાં ઓલઆઉટ થઈ ગયા.બેન સ્ટોક્સે 50 રન અને વિલ જેક્સે 41 રનનું યોગદાન આપ્યું.જેક ક્રોલીએ 44 રન બનાવ્યા,જ્યારે બાકીની ટીમ ખરાબ રીતે નિષ્ફળ ગઈ. પરિણામે, તેઓ ઓસ્ટ્રેલિયા માટે ફક્ત ૬૫ રનનો લક્ષ્યાંક નક્કી કરી શક્યા.
આ પણ વાંચો -Sports : ભારતને વર્લ્ડ કપ જીતાડનાર ગૅરી કર્સ્ટનની આ ટીમમાં થઈ એન્ટ્રી


