- અશ્નીર ગ્રોવર સામે ભારત-પેમાં પૈસાની ઉચાપતની ફરિયાદ
- અશ્નીર ગ્રોવરે સોશિયલ મીડિયા પર પોતાના વિચારો વ્યક્ત કર્યા
- અશ્નીર ગ્રોવર અને માધુરી જૈન સામે લુકઆઉટ નોટિસ જાહેર
Bharat-Peના ભૂતપૂર્વ સ્થાપક અને શાર્ક ટેન્ક ઈન્ડિયાના જજ અશ્નીર ગ્રોવરની મુશ્કેલીઓ ઓછી થતી જણાતી નથી. ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) એ લુક આઉટ સર્ક્યુલર જારી કર્યાના એક દિવસ પછી અને તેમને અમેરિકા જતી ફ્લાઇટમાં બેસતા અટકાવવામાં આવ્યા હતા. બાદમાં, અશ્નીર ગ્રોવરે સોશિયલ મીડિયા પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
BharatPeના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અશ્નીર ગ્રોવર અને તેમના પત્ની માધુરી જૈનને દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રોકવામાં આવ્યા છે. ગ્રોવર તેની પત્ની માધુરી જૈન સાથે ન્યૂયોર્ક જઈ રહ્યા હતા. પરંતુ, બંનેને દેશ છોડતા અટકાવવામાં આવ્યા. ગુરુવારે મોડી રાત્રે, બંનેને દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) દ્વારા ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રોક્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે EOW એ ગયા અઠવાડિયે આ બંને વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યો હતો. જેના આધારે તેમને એરપોર્ટના ટર્મિનલ-3 પર ફ્લાઈટમાં બોર્ડિંગ કરતા અટકાવવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, અશ્નીર ગ્રોવર તેની પત્ની સાથે ન્યૂયોર્ક જઈ રહ્યા હતા. પરંતુ સુરક્ષા તપાસ દરમિયાન તેમણે એરપોર્ટ પર રોકી દેવામાં આવ્યા હતા. જોઈન્ટ કમિશ્નર ઑફ પોલીસ (EOW), સિંધુ પિલ્લઈએ જણાવ્યું હતું કે, “તેમને તેમના દિલ્હીના નિવાસસ્થાને પાછા ફરવા અને આવતા અઠવાડિયે મંદિર માર્ગ ખાતે EOW ઑફિસમાં તપાસમાં જોડાવા માટે કહેવામાં આવ્યું હતું.”
અશ્નીર ગ્રોવર અને માધુરી જૈન સામે લુકઆઉટ
દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગની વિનંતી પર દંપતી સામે એલઓસી જાહેર કરવામાં આવ્યું હતું. જૂનની શરૂઆતમાં, EOW એ દંપતી અને પરિવારના કેટલાક અન્ય સભ્યો સામે પૈસાની ઉચાપત કરવા અને ભારત-પેનું સંચાલન કરતી રેસિલિએન્ટ ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડને રૂ. 81 કરોડનું નુકસાન પહોંચાડવા બદલ FIR દાખલ કરી હતી.