- ASI અકબરશાહ દિવાન રૂ.1.35 લાખની લાંચ લેતા ઝડપાયા
- રાજુ નામનો કોન્સ્ટેબલ ACBને ચકમો આપી ફરાર થયો
- ફરિયાદી પાસેથી જુગારના કેસમાં માગી હતી લાંચ
અમદાવાદમાં રખિયાલના ASI લાંચ લેતા ઝડપાયા છે. જેમાં ASI અકબરશાહ દિવાન રૂપિયા 1.35 લાખની લાંચ લેતા ઝડપાયો છે. રાજુ નામના કોન્સ્ટેબલ ACBને ચકમો આપી ફરાર થયો છે. જેમાં ફરિયાદી પાસેથી જુગારના કેસમાં લાંચ માગી હતી.
ASI અને કોન્સ્ટેબલે રૂપિયા 10 લાખની લાંચ માગી
ASI અને કોન્સ્ટેબલે રૂપિયા 10 લાખની લાંચ માગી હતી. તેમજ રકઝક બાદ રૂપિયા 1.35 લાખ રકમ આપવાનું નક્કી થયું હતું. ઘટનાની વિગતમાં આરોપીઓએ ફરીયાદી તથા તેમના મિત્રો વિરૂધ્ધમાં જુગારનો જામીન લાયક કેસ બનાવવા તથા ફરીયાદી તથા તેમના મિત્રોને પોલીસ સ્ટેશન ખાતેથી જુગારના કેસમાં જામીન આપવા હેરાન નહીં કરવા વિગેરે માટે ફરીયાદી પાસે રૂપિયા દસ લાખની લાંચની માંગણી કરતા ફરીયાદીએ રકઝક કરતા અંતે આરોપીઓએ રૂપિયા 1.35 લાખ આપવા જણાવેલ હતા.
આરોપી નં- 2 સ્થળ ઉપર લાંચ સ્વીકારતા પકડાઇ ગયા
ફરીયાદીએ ગઈરાત્રી દરમ્યાન આપવા વાયદો લીધેલ હોય, જે આધારે આરોપીઓએ ફરીયાદી તથા તેમના મિત્રોને જુગારના કેસમાં પો.સ્ટે. ખાતેથી જામીન આપી દિધા હતા. જેથી ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા લાંચનું છટકુ ગોઠવતા લાંચના છટકા દરમ્યાન ફરીયાદીએ લાંચની રકમ આરોપી ને આપતા એકબીજાની મદદગારી કરી લાંચના છટકા દરમ્યાન આરોપીનં- 1 નાસી જઇ તથા આરોપી નં- 2 સ્થળ ઉપર લાંચ સ્વીકારતા પકડાઇ ગયા હતા.


