- મણિપુરમાં પેટ્રોલિંગ દરમિયાન બ્લાસ્ટ
- અસમ રાયફલ્સના જવાનો પર હુમલો
- પહેલા આઇડી બ્લાસ્ટ ત્યારબાદ વાહનો પર ગોળીબાર
મણિપુરમાં પેટ્રોલિંગ પર ગયેલા અસમ રાયફલ્સના જવાનો પર ઘાતક હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. ઉગ્રવાદીઓએ પહેલા આઇઇડી લગાવીને બ્લાસ્ટ કર્યો. ત્યારબાદ અસમ રાયફલ્સની એક ટીમ પર હુમલો કરી દીધો. આ હુમલો રાજ્યના તેંગગાનુપલ જિલ્લાના સાયબોલ વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાના આસામ રાઈફલ્સના સૈનિકો પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી.
પહેલા બ્લાસ્ટ અને પછી ફાયરિંગ
પહેલા આતંકવાદીઓએ IED લગાવીને બ્લાસ્ટને અંજામ આપ્યો હતો. ત્યાર બાદ સેનાના વાહનો પર ગોળીઓ ચલાવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓના આ હુમલામાં એક પણ સૈનિક ઘાયલ થયો ન હતો, કારણ કે તમામ ‘માઈન પ્રોટેક્ટેડ વ્હીકલ’ (લેન્ડમાઈન હુમલા સામે રક્ષણ આપતું વાહન)માં મુસાફરી કરી રહ્યા હતા. તેણે જણાવ્યું કે પહેલા IED બ્લાસ્ટ કરવામાં આવ્યો અને પછી આતંકીઓ તરફથી ગોળીઓ છોડવામાં આવી.
પેટ્રોલિંગ પર હતા જવાનો
એક અધિકારીના જણાવ્યાનુસાર જવાનોએ સૈનિકોએ જવાબી કાર્યવાહી કરી હતી પરંતુ આતંકીઓ સ્થળ પરથી ભાગી ગયા હતા. જો કે હાલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. અમારા એક પણ સૈનિકને ઈજા થઈ નથી કારણ કે તેઓ ‘માઈન પ્રોટેક્ટેડ વ્હીકલ’માં મુસાફરી કરી રહ્યા હતા. આ હુમલો ગુરુવારે સવારે 9.30 વાગ્યે થયો હતો. આસામ રાઇફલ્સના 20 સૈનિકો નિયમિત પેટ્રોલિંગ માટે સાયબોલ વિસ્તારમાં ઓપરેટિંગ બેઝ છોડીને જઇ રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં તેમના પર હુમલો થયો હતો.