- હિમાચલ પ્રદેશમાં રાજકારણમાં ગરમાવો
- CM સુખુએ 88 કરોડની પરિયોજનાઓની આપી ભેટ
- કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોને લીધા આડેહાથ
હિમાચલ પ્રદેશમાં રાજકારણમાં ગરમાવા વચ્ચે મુખ્યમંત્રી સુખવિંદસિંહ સુખુએ શુક્રવારે સોલન જિલ્લાની જનતાને 88 કરોડની પરિયોજનાઓની ભેટ આપી. તેમણે એક જનસભા સંબોધતી વખતે સીએમ સુખુએ હિમાચલ રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા 6 ધારાસભ્યોને આડેહાથ લીધા.
પ્રમાણિકતા વેચી દીધી- સીએમ સુખુ
સીએમ સુખુએ કહ્યું કે કેટલાક લોકોએ ષડયંત્રના ભાગરૂપે સરકારને તોડી પાડવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હું તેમનાથી ડરતો નથી. પોતાની ઈજ્જત વેચનાર ધારાસભ્ય વિધાનસભા વિસ્તારની જનતાનું શું ભલું કરશે? ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને તેઓ કોંગ્રેસના કાળા સાપ હતા, તેઓએ તેમની પ્રામાણિકતા વેચી દીધી. 28 તારીખે બજેટ પાસ થવાનુ હતુ, તેઓ 27 તારીખે સ્પીકર પાસે ગયા અને ધમકાવ્યા.
કોંગ્રેસના કાળા નાગ હતા- સીએમ સુખુ
કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો પર નિશાન સાધતા મુખ્યમંત્રીએ કહ્યું કે જે દગો કરનારા છ કાળા સાપ રોડથી આવ્યા નથી. તેમને CRPF અને હરિયાણા પોલીસ મળી, તેમને હેલિકોપ્ટર મળ્યા. તેઓ હેલિકોપ્ટર દ્વારા આવ્યા હતા અને બજેટમાં અંદર ન બેઠા. કોંગ્રેસના પક્ષમાં ન બેઠા. આ બજેટમાં ગરીબો માટે યોજનાઓ હતી. હું રાજનીતિક ષડયંત્રોનો શિકાર થવા માંગતો નથી.
પાર્ટી અને નિશાન સાથે ગદ્દારી કરી- સુખુ
હિમાચલના મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ જે કોંગ્રેસની વિચારધારા અને હાથના નિશાન સાથે ચૂંટાઇને આવ્યા છે તેમણે એ જ પાર્ટીને દગો આપ્યો. જો એટલી જ હિંમત હતી તો સ્વતંત્ર થઇને ચૂંટણી લડવી હતીને. તેઓએ પાર્ટી સાથે દગો કર્યો છે. જે વ્યક્તિ પોતાનું ઇમાન વેચી શકે છે, સત્તા અને પૈસાના લોભ માટે પોતાનો વિશ્વાસ વેચી શકે છે, તે લોકોને શું સેવા આપશે. આ લોકો ગરીબ લોકોનું શોષણ કરે છે અને પૈસાના જોરે રાજકારણમાં આવે છે, ધારાસભ્ય બને છે અને ફરીથી તેમનું શોષણ કરે છે.


