- તંત્ર દ્વારા ચેકડેમ રિપેર કરાતો જ નથી
- તેને કારણે આ મોટા ચેકડેમમાંથી પાણી નિરર્થક વહી જાય છે.
- કરજણ નદી પર આવેલો ચેકડેમ તૂટી જતાં પાણી ટકતું નથી
દેડિયાપાડા તાલુકાના ભરાડા (રેલ્વા) ગામે કરજણ નદી ઉપર આવેલો મોટો ચેકડેમ ડાબી બાજુથી તૂટી ગયો છે. તેને કારણે આ મોટા ચેકડેમમાંથી પાણી નિરર્થક વહી જાય છે. આ મોટા ચેકડેમને રીપેર કરવામા આવતો નથી. નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને સિંચાઇ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ખેડૂતોને પીવાના પાણીનો અને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા 24 ગામોના લોકોને જળ સંકટનો સામનો કરવો પડશે. આ ચેકડેમ તાકીદે રીપેર કરવામા આવે એવી લોકોએ માંગણી કરી છે.
દેડિયાપાડા તાલુકાના ભરાડા રેલ્વા ગામે કરજણ નદી ઉપર આવેલો મોટો ચેકડેમ ડાબી બાજુથી તૂટી ગયો છે. તેને કારણે ચેકડેમમાં સંગ્રહ થયેલું પાણી રાત દિવસ બહાર નીકળી રહ્યું છે. ચેકડેમ તુટી જતા નિરર્થક રીતે સંગ્રહાયેલુ પાણી વહી જાય છે. નર્મદા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા અને નર્મદા જિલ્લા સિંચાઈ વિભાગ દ્વારા પણ આ ચેકડેમ રીપેર કરવામાં આવતો નથી.
આ ચેકડેમ માંથી સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા પાણી પુરવઠા યોજના અંતર્ગત ઉમરપાડા તાલુકાના 24 ગામડાંના લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જે આ નિરર્થક રીતે વહી જતા પાણીને કારણે આ ગામની રહીશોને પાણી માટે અગવડ ઉભી થવાની શક્યતાઓ નકારી શકાતી નથી.


