ગોંડલ તાલુકાના મોટાદડવા ખાતે પાર્થ સ્કૂલ દ્વારા વાર્ષિક ઉત્સવ સાથે વાલીઓની સભા રાખવામાં આવી હતી. જેમાં કેલ્ક્યુલેટરના માસ્ટર ગણાતા કેતન ખત્રી દ્વારા અંક ગણિત, બીજ ગણિત સહિતના અઘરામાં અઘરી રકમનો જવાબ આંખના પલકારામાં આપ્યા હતા. વાલીઓ અક્ષય ખત્રીની આ કરામત જોઇને આનંદીત થયા હતા. તેમણે ગણિતનો સંબંધ પ્રાચીન ભારતીય શાસ્ત્રો સાથે જોડી બતાવ્યો હતો.
શાળાના આચાર્ય કલ્પેશભાઈ વેકરિયા તથા પ્રવીણભાઈ સાકરિયા, વિવેકાનંદ સ્કૂલના આચાર્ય વેકરિયા તેમજ સરપંચ ભૂપતભાઈ વાળા, ઉપસરપંચ મનુભાઈ લાવડીયા તથા તાલુકા પંચાયત સભ્ય વજુભાઇ ચાવડા, ગીરધરભાઈ વેકરિયા, ઉદયભાઈ વાળા, નરેન્દ્રભાઈ ભુવા સહિત શાળાના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


