- પોલો ફોરેસ્ટમાં ખુલ્યો સ્ટોલ
- સખી મંડળની મહિલાઓ દ્વારા ખોલાયો સ્ટોર
- મહિલાઓને આવકનું સાધન મળશે
ઉત્તર ગુજરાતના મીની કાશ્મીર તરીકે ઓળખાતા પોલો ફોરેસ્ટમાં સાબરકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જિલ્લાના 6 થી વધારે સખી મંડળના સદસ્યો દ્વારા તૈયાર કરાયેલી ચીજ વસ્તુઓનો પ્રથમ સ્ટોલ ખુલ્લો મુકાવવાની સાથે સાથે સ્થાનિક કક્ષાએ સખી મંડળોને મજબૂત કરવાનો એક નવીન પ્રયાસ હાથ ધરાયો છે
સામાન્ય રીતે વિવિધ વિસ્તારોમાં સખી મંડળોને આર્થિક રીતે પગભર કરવા માટે કેટલાય પ્રયાસો હાથ ધરાવતા હોય છે પરંતુ સાબરકાંઠા જિલ્લામાં અંદાજિત 10,000 જેટલી મહિલાઓ વિવિધ સખી મંડળોમાં જોડાયેલી છે જે પૈકી 6000 જેટલી મહિલાઓ કાર્યરત છે જેમાં વિવિધ ચીજ વસ્તુઓની બનાવટો બનાવે છે તેમજ આ ચીજ વસ્તુઓના વેચાણ માટે સ્થાનિક કક્ષાએ નાના મોટા પ્રયાસો હાથ ધરાવતા હોય છે જોકે સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી ઉત્તર ગુજરાતના મીની કાશ્મીર ગણાતા પોલો ફોરેસ્ટમાં વેચાણ વ્યવસ્થાની વિશેષ વ્યવસ્થા કરાઈ છે જે અંતર્ગત પોલો ફોરેસ્ટમાં 100 થી વધારે ચીજ વસ્તુઓ નું વેચાણ થઈ શકે તે માટે એક આઉટલેટ બનાવ્યું છે જેમાં હાલના તબક્કે પોલો ફોરેસ્ટ માં મુલાકાત લેનાર દરેક વ્યક્તિ તેની મુલાકાત કરે છે જોકે પ્રાથમિક દ્રષ્ટિએ મુલાકાત લેનારને આ ચીજ વસ્તુઓ આકર્ષક હોવાની સાથોસાથ વ્યાજબી ભાવે અને ટકાઉ હોવાની પ્રતીતિ થાય તેવી ચીજ વસ્તુઓ મુકાય છે જેનાથી ખૂબ જ ટૂંકા સમયગાળામાં હવે સખી મંડળો માટે રોજગારીની વધુ એક તક ઊભી થઈ છે જોકે હાલના તબક્કે મુલાકાત લેનાર દરેક વ્યક્તિ સખી મંડળના બનાવેલી ચીજ વસ્તુઓથી અભિભૂત થઈ તે ખરીદી રહ્યું છે તેમજ સખી મંડળોને આર્થિક રીતે પગ પર કરવામાં પણ મદદ થઈ રહી છે.
જો કે એક તરફ સમગ્ર ઉત્તર ગુજરાત માટે પોલો ફોરેસ્ટ કુદરતી રીતે જ સૌંદર્યનું પર્યાય બની રહ્યું છે જેના પગલે ઉત્તર ગુજરાત સહિત અમદાવાદથી પણ ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે ત્યારે હાલના તબક્કે રાજ્ય સરકાર દ્વારા પણ આ માટે અમદાવાદથી એસટી બસની શરૂઆત કરાઈ છે જેના પગલે હવે અમદાવાદથી પોલો ફોરેસ્ટ માટે સીધી એસટી બસની સુવિધા ઉભી થવાથી મુલાકાત તેમજ પ્રવાસીઓ માટે પણ પોલો ફોરેસ્ટ માં આવવું સરળ બની રહ્યું છે જેના પગલે મુલાકાતિઓ ની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે જોકે આગામી સમયમાં રાજ્ય સરકાર સહિત એસ.ટી વિભાગ દ્વારા પોલો ફોરેસ્ટ માટે હજુ અન્ય સ્થળોથી પણ સીધી મુલાકાતની વ્યવસ્થા કરાય તો પોલો ફોરેસ્ટ સહિત સ્થાનિક મુલાકાતઓ માટે પણ આ પગલું સ્વરાગ્ય બની રહે તેમ છે સાથોસાથ સ્થાનિક કક્ષાએ રોજગાર માટે પણ મહત્વનું પગલું બની શકે તેમ છે

જોકે સાબરકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વન વિભાગના સહયોગથી 6,000 જેટલી બહેનો ની વિવિધ વસ્તુઓ માટે બનાવાયેલો આઉટલેટ હાલની તારીખે ધમધમી રહ્યો છે. જેમાં મહુડા ના જાડ ના ફળ માંથી બનાવવામાં આવતું તેલ, કેશુડા ના ફૂલો નો પાવડર, દેશી ઘર માં વપરાય તેવી વસ્તુઓ, કેટલાય લોકો દ્વારા હાથ બનાવટની ચીજ વસ્તુઓ માટે પ્રથમ પસંદગી આપી રહ્યા છે. જોકે હાલમાં વિવિધ ચીજ વસ્તુઓ માટે ની આ જગ્યા થકી મોટું માર્કેટ બની રહ્યું છે ત્યારે હાલમાં 6,000 જેટલી બહેનોની હાથ બનાવટની વિવિધ ચીજ વસ્તુઓ કેટલાય લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે સાથોસાથ આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા વિશેષ પ્રયાસ હાથ ધરાશે તો સ્થાનિક લોકોને પગભર કરવાની સાથે સાથે સખી મંડળોના આર્થિક વિકાસ માટે પણ આ પગલું સફળ બની રહે તેમ છે હાલમાં 100 થી વધારે ચીજ વસ્તુઓ પોલો ફોરેસ્ટના આ આઉટલેટમાં મળી રહેશે તેમ જ આગામી સમયમાં હજુ પણ ચીજ વસ્તુઓ સહિત સખી મંડળોના વિવિધ બનાવટની વસ્તુઓમાં પણ વધારો થશે તે નક્કી છે.

જોકે એક તરફ વિવિધ ચીજ વસ્તુઓથી પોલો ફોરેસ્ટ ને સમૃદ્ધ કરવાનો છે ત્યારે આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લાની સખીમંડળો અન્ય જિલ્લાઓની સરખામણીએ વિશેષ સફળતા પ્રાપ્ત કરે તો નવાઈની જોકે અન્ય જિલ્લાઓ આ મામલે સખી મંડળોને પાયારૂપ સુવિધાઓ સહિત માર્કેટિંગની તેમજ વેચાણ વ્યવસ્થાની વ્યવસ્થા કરી આપે તો કેટલાય સખી મંડળો માટે આ પ્રયાસ આર્થિક વિકાસ સમાન બની રહે તો નવાઈ નહીં.


