- આજે અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ
- આજનો દિવસ ગુડ ગર્વનન્સ ડે તરીકે ઉજવાય છે
- પીએમ મોદી સહિત દિગ્ગજોએ શ્રદ્ધાંજલિ પાઠવી
આજે અટલબિહારી વાજપેયીની જન્મજયંતિ છે. આજનો દિવસ ગુડ ગર્વનન્સ ડે તરીકે ઉજવાય છે. ત્યારે પીએમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરવા અટલ સ્મારક પહોંચ્યા હતા. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપી હતી.
પીએમ મોદીએ ટ્વિટર પર શું લખ્યું ?
આ પહેલા પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું, ‘દેશના તમામ પરિવારના સભ્યો વતી, પૂર્વ વડાપ્રધાન આદરણીય અટલ બિહારી વાજપેયીજીને તેમની જન્મજયંતિ પર મારી હાર્દિક શ્રદ્ધાંજલિ. તેઓ જીવનભર રાષ્ટ્ર નિર્માણને વેગ આપવામાં વ્યસ્ત રહ્યા. ભારત માતા પ્રત્યેનું તેમનું સમર્પણ અને સેવા અમૃતકાળમાં પણ પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે.
અમિતશાહે ટ્વિટર પર શું લખ્યું ?
અમિત શાહે લખ્યું કે, ‘હું પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીને તેમની જન્મજયંતિ પર યાદ કરું છું અને સલામ કરું છું. અટલજીએ દેશ અને સમાજની નિઃસ્વાર્થ સેવા કરી અને ભાજપની સ્થાપના દ્વારા દેશમાં રાષ્ટ્રવાદી રાજકારણને નવી દિશા આપી. જ્યાં એક તરફ તેમણે પરમાણુ પરીક્ષણો અને કારગિલ યુદ્ધ દ્વારા વિશ્વને ઉભરતા ભારતની શક્તિનો અહેસાસ કરાવ્યો, તો બીજી તરફ તેમણે દેશમાં સુશાસનના વિઝનને અમલમાં મૂક્યું. તેમના અમૂલ્ય યોગદાનને દેશ હંમેશા યાદ રાખશે.


