બોલીવુડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ આ વર્ષે માર્ચમાં માતા-પિતા બન્યા હતા, એક્ટ્રેસે પુત્રી ઈવારાને જન્મ આપ્યો હતો. આ કારણે રાહુલ આજે પોતાનો પહેલો ફાધર્સ ડે સેલિબ્રેટ કરી રહ્યો છે. આ ખાસ અવસરે અથિયા શેટ્ટીએ તેને એક સુંદર મેસેજ લખ્યો.
અથિયા શેટ્ટીએ રાહુલને તેના પહેલા ફાધર્સ ડે પર કર્યું વિશ
અથિયા શેટ્ટીએ એક ફોટો પણ શેર કર્યો છે, જેમાં રાહુલ તેની નાની પુત્રી ઈવારાના હાથ પકડીને જોવા મળે છે. આ સાથે તેને લખ્યું છે રે ‘હેપ્પી ફર્સ્ટ ફાધર્સ ડે ટૂ ધ બેસ્ટ. અમને તમારી યાદ આવે છે.’ રાહુલ હાલમાં ભારતની આગામી ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડમાં છે.
કેએલ રાહુલ અને અથિયાએ 24 માર્ચ, 2025 ના રોજ તેમની પુત્રીનું સ્વાગત કર્યું, જેની તેમના જીવનમાં એક નવી શરૂઆત હતી. ત્યારબાદ તેને બંનેનો એક ફોટો શેર કર્યો જેમાં તેઓ તેમની પુત્રીને પોતાના હાથમાં પકડી રહ્યા હતા અને એ પણ ખુલાસો કર્યો કે તેમની પુત્રીનું નામ ‘ઈવારા’ એટલે ‘ભગવાનની ભેટ’ તેનો અર્થ થાય છે.
અથિયા શેટ્ટીએ છોડી બોલીવુડ ઈન્ડસ્ટ્રી
અથિયા શેટ્ટીએ સલમાન ખાનની ફિલ્મ હીરોથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું, જેમાં તે સૂરજ પંચોલી સાથે જોવા મળી હતી. આ પછી તે ‘મુબારકાન’ અને ‘મોતીચૂર ચકનાચૂર’ જેવી ફિલ્મોમાં જોવા મળી, પરંતુ તેને કોઈ મોટી સફળતા મળી શકી નહીં.
અથિયાના પિતા અને બોલીવુડ એક્ટર સુનિલ શેટ્ટીએ મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અથિયાએ હવે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું છે. તેણે કહ્યું કે ‘તેણે મને કહ્યું કે બાબા, હું ફિલ્મો કરવા માગતી નથી અને પછી તેણે ઈન્ડસ્ટ્રી છોડી દીધી. હું તેના વખાણ કરું છું કે તેણે ક્લિયર કહ્યું કે તેને રસ નથી અને તે જે રીતે છે તે રીતે ખુશ છે.’