- શ્રેયસ અય્યરના કારણે આથિયા શેટ્ટીનું દિલ તુટ્યું
- અય્યરના આઉટ થવા પર આથિયા થઈ ઉદાસ
- વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
શ્રીલંકા વિરુદ્ધ વાનખેડે સ્ટેડિયમમાં શ્રેયસ અય્યરે શાનદાર ઈનિંગ રમી છે. અય્યરે બ્લુ ટીમ માટે ચોથા નંબરે બેટિંગ કરીને 146.42ના સ્ટ્રાઈક રેટથી 56 બોલમાં 82 રનની વિસ્ફોટક ઈનિંગ રમી છે. મેચ દરમિયાન એક સમયે એવું લાગતું હતું કે તે પોતાના વનડે કરિયરની ચોથી સદી પૂર્ણ કરશે, પરંતુ સદી ફટકાર્યા વિના આઉટ થયો છે.
અય્યરના આઉટ થવા પર રાહુલની પત્ની નિરાશ
શાનદાર ફોર્મમાં દેખાઈ રહેલો અય્યર આઉટ કર્યા બાદ ભારતીય ફેન્સ ખૂબ નિરાશ જોવા મળ્યા હતા. આટલું જ નહીં ભારત અને શ્રીલંકા વચ્ચેની ટક્કર જોવા સ્ટેડિયમ પહોંચેલી કેએલ રાહુલની પત્ની પણ અય્યરના આઉટ થયા બાદ ઘણી નિરાશ દેખાઈ હતી. આ સમયગાળાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તેનું દર્દ સ્પષ્ટ જોઈ શકાય છે.
અય્યરે વર્લ્ડકપ 2023 બીજી ફિફ્ટી ફટકારી
શ્રેયસ અય્યર ભારત માટે અત્યાર સુધી વર્લ્ડકપ 2023ની તમામ મેચોમાં રમ્યો છે. વર્લ્ડકપની 7 ઈનિંગમાં અય્યરે 216 રન બનાવ્યા છે. શ્રીલંકા સામે આજે રમાયેલી ઈનિંગ વર્લ્ડકપ 2023ની તેની સર્વોચ્ચ ઈનિંગ છે. આ પહેલા તેણે પાકિસ્તાન સામે અણનમ 53 રન બનાવ્યા હતા. અય્યરે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં કુલ 2 ફિફ્ટી ફટકારી છે.
વર્લ્ડકપ 2023માં અય્યરે રમેલી ઈનિંગ્સ:
રન | ટીમ | સ્થળ |
0 | ઓસ્ટ્રેલિયા | ચેન્નઈ |
25* | અફઘાનિસ્તાન | દિલ્હી |
53* | પાકિસ્તાન | અમદાવાદ |
19 | બાંગ્લાદેશ | પુણે |
33 | ન્યૂઝીલેન્ડ | ધર્મશાળા |
4 | ઈંગ્લેન્ડ | લખનઉ |
82 | શ્રીલંકા | મુંબઈ |