આત્મીય યુનિવર્સિટીને પ્રાઇડ ઓફ નેશન એવોર્ડ એનાયત
૧3 સંસ્થાઓ, યુનિ.ઓમાંથી પસંદગી થઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટની આત્મીય યુનિવર્સિટીને પ્રાઇડ ઓફ નેશન એવોર્ડ ૨૦૨૫ એનાયત કરવામાં આવ્યો છે. સંસ્થાઓ, યુનિ.ઓમાં આ એવોર્ડ માટે આત્મીય યુનિ.ની પસંદગી થઇએ ગૌરવની વાત છે.
આ એવોર્ડ માટે હાઇકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશના નેતૃત્વ હેઠળની પાંચ સભ્યોની જ્યુરી દ્વારા આત્મીય યુનિવર્સિટીની પસંદગી કરવામાં આવી છે. આ સમારોહમાં સંજય શેઠ, પ્રૉ. ડૉ. અનિલ સહસ્ત્રબુદ્ધે, પ્રૉ. ટી.જી.સીતારામ, રામ લાલજી, પ્રૉ. વિજયકુમાર પાઠક સહિત અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ એવોર્ડ 16 ડિસેમ્બર 2025 ના રોજ NDMC, કન્વેન્શન સેન્ટર, દિલ્હી ખાતે આયોજિત એક સમારોહ દરમિયાન એનાયત કરવામાં આવ્યો હતો.
આ એવોર્ડ પ્રાપ્તિનું મુખ્ય કારણ આત્મીય યુનિવર્સિટીમાં ચાલતી રાષ્ટ્રીયહિતકારી પ્રવૃતિઓ અને NCC જેવી વિદ્યાર્થીલક્ષી નિરંતર ચાલતી પ્રવૃતિઓથી છે. જે દર વર્ષે દિલ્હી પરેડ રેલીમાં સિલેક્ટ થાય છે અને ત્યાં પ્રવૃત રહે છે. નેશનલ લેવલની સમિટમાં ભાગ લઈ NCC ના વિદ્યાર્થીઓ બ્રોન્ઝ મેડલ, સિલ્વર મેડલ અને ગોલ્ડ મેડલ મેળવે છે. આત્મીય યુનિવર્સિટી દ્વારા સૈનિકોના કલ્યાણ અર્થે વર્ષાન્તે અપાતા સૈનિક વેલ્ફેર ફંડમાં પણ આત્મીય યુનિવર્સિટી દ્વારા મહત્તમ ફાળો જાય છે. આ ઉપરાંત દેશ માટે શહીદ વ્યક્તિઓના પરિવારના કલ્યાણ અર્થે આત્મીય યુનિવર્સિટી દ્વારા જરૂરી મદદ પણ પુરી પડાય છે આવા ઉમદા કાર્યોને ધ્યાનમાં લઈને ભારતની પ્રતિષ્ઠિત Veterans India સંસ્થાએ આત્મીય યુનિવર્સિટીને એવોર્ડ માટે પસંદગી કરી છે અને ભારતની ટોચની 13 સંસ્થાઓ/યુનિવર્સિટીઓમાં આત્મીય યુનિવર્સિટીને સન્માનિત કરવામાં કરવામાં આવી છે.
આત્મીય યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ત્યાગવલ્લભ સ્વામીના આશીર્વાદ સાથે આત્મીય યુનિવર્સિટીના પ્રો ચાન્સેલર ડૉ. શીલા રામચંદ્રન,ડૉ. અજય જૈન પ્રૉ. ચાન્સેલર વાઇસ ચાન્સેલર ડૉ. રાકેશકુમાર મુદગલ, રજીસ્ટ્રાર ડૉ. ડી.ડી.વ્યાસ, તેમજ સેન્ટર ફોર ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટના ડાઈરેકટર ડૉ. રવિ ટાંક અને CVMS સેલ (ચેતના વિકાસ મુલ્ય શિક્ષા) ના માર્ગદર્શન હેઠળ તમામ NCC કેડેડ્સની દેશ પ્રત્યેની સમર્પિતતાની ભાવનાને કારણે આત્મીય યુનિવર્સિટીને Veterans India સંસ્થા દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો છે.


